Gujarat

મેફેડ્રોન ડ્રગ્સનો નાસતો ફરતો સપ્લાયર ઝડપાયો

By GS TEAM
6 Jan 20261 min read
મેફેડ્રોન ડ્રગ્સનો નાસતો ફરતો સપ્લાયર ઝડપાયો

વડોદરા,મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાના સપ્લાયરને ડીસીબી પોલીસે ઝડપી પાડયો છે. વધુ તપાસ માટે આરોપીને એસ.ઓ.જી.પોલીસને સોંપવામાં આવ્યો છે.

મચ્છીપીઠ વિસ્તારમાં દોઢ મહિના પહેલા મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જેની વિગત એવી છે કે,ગત ૧૭ મી નવેમ્બરે પોલીસે રેડ કરીને  ૫૮ ગ્રામ ૭૦૦ મિલીગ્રામ મેફેડ્રોનનો જથ્થો કિંમત રૃપિયા ૧.૭૬ લાખ સાથે એક આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીએ આ જથ્થો સરફુ પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું. આ ગુનામાં નાસતા ફરતા આરોપી અબ્દુલરહીમ ઉર્ફે સરફુ મુસ્તાકઅલી પઠાણ (રહે. હમજા એપાર્ટમેન્ટ, જમનાબાઇ હોસ્પિટલની  પાછળ, માંડવી) ને ડીસીબી  પોલીસે ઝડપી પાડયો છે.