Gujarat

ટ્રક ડ્રાઇવરની હત્યા કેસમાં ફરાર ક્લિનર યુપીથી પકડાયો

By GS TEAM
22 Jun 20252 mins read
ટ્રક ડ્રાઇવરની હત્યા કેસમાં ફરાર ક્લિનર યુપીથી પકડાયો

- આણંદમાં રૂપાપુરા પાસે ઓવરબ્રિજ નજીક

- ક્લિનર રિક્ષામાં બેઠો હોવાનું સીસીટીવી ફૂટેજમાં જણાયું હતું, ક્લિનરને સબજેલહવાલે કરાયો 

આણંદ : આણંદ શહેરના રૂપાપુરા નજીક આવેલા ઓવરબ્રિજ પાસે લગભગ એક સપ્તાહ પૂર્વે ટ્રક ડ્રાઇવરની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયેલા ક્લિનરને આણંદ શહેર પોલીસે ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડી સબ જેલમાં મોકલી આપ્યો છે. 

ઉત્તર પ્રદેશનો ગૌતમ ગત શનિવારના રોજ ટ્રકની પાછળનું ડાલું બંધ કરવા બાબતે થયેલા ઝઘડાની રીસ રાખી ટ્રક ચાલક અરુણકુમારને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હોવાની આશંકાના આધારે આણંદ શહેર પોલીસે ગૌતમ હૃદયરામ વિરુદ્ધ હત્યાનો ગુનો નથી તેને ઝડપી પાડવા જુદી જુદી ટીમો કાર્યરત કરી હતી. પોલીસે આસપાસના સીસીટીવીના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરતા ગૌતમ ઘટના સ્થળેથી ચાલીને સુરભી હોટલ પહોંચ્યો હતો અને ત્યાંથી રિક્ષામાં બેસી નીકળી ગયો હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું. જેથી પોલીસે વધુ તપાસ કરતા તે મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ થઈ પોતાના વતન ઉત્તર પ્રદેશ ગયો હોવાની માહિતી મળી હતી પોલીસની એક ટીમે ઉત્તર પ્રદેશ પહોંચી તેના ઘર નજીક વોચ ગોઠવી ઘરે આવેલ ગૌતમ હૃદય રામ રાજપૂતને ઝડપી પાડી આણંદ ખાતે લવાયો હતો તેની વધુ પૂછપરછ કરતા ગાડી પાર્ક કરવા બાબતે ડ્રાઇવર ક્લિનર વચ્ચે ઝઘડો થતા અરુણ કુમારે ક્લિનર ગૌતમને ટોમી મારી ઇજાઓ પહોંચાડી હતી બાદમાં રોષે ભરાયેલા ગૌતમે તે જ ટોમી અને સળિયા વડે હુમલો કરી અરુણકુમારની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.