Gujarat

પોક્સોના ગુનામાં ફરાર આરોપી ચેન્નાઇથી ઝડપાયો

By GS TEAM
8 Feb 20261 min read
પોક્સોના ગુનામાં ફરાર આરોપી ચેન્નાઇથી ઝડપાયો

 વડોદરા,લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરનાર આરોપી વતન યુ.પી. છોડીને તમિલનાડુ ભાગી ગયો હતો. એલ.સી.બી. ઝોન - ૩ ની ટીમે તમિલનાડુ જઇ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ માટે માંજલપુર પોલીસને સોંપી દીધી છે.

એપ્રિલ - ૨૦૨૫ માં માંજલપુર વિસ્તારમાં રહેતી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવ્યું હતું. જે અંગે માંજલપુર  પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપી આદિત્ય શીવશંકર નિશાદ (રહે.ગામ બગહી, ગોરખપુર, યુ.પી.)ના ઘરે તપાસ કરતા સગીરા મળી આવી હતી. સગીરાને તેના પરિવારને સુપરત કરી દેવાઇ હતી. જ્યારે આરોપી હાજર મળી આવ્યો નહતો. છેલ્લા ૯ મહિનાથી નાસતા ફરતા આરોપીનું લોકેશન પોલીસને તમિલનાડુના ચેન્નાઇ ખાતે મળી આવ્યું હતું. જેથી, એલ.સી.બી. ઝોન - ૩ ના એક પી.એસ.આઇ. અને બે કોન્સ્ટેેબલ તમિલનાડુ ગયા હતા. આરોપી ત્યાં ફર્નિચરનું કામ કરતો હતો. સ્થાનિક પોલીસની મદદથી પોલીસે આરોપી આદિત્યને ઝડપી પાડયો હતો.