વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
Vadodara : વડોદરા કપુરાઇ પોલીસ સ્ટેશન ગુનાના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને એલસીબી ઝોન 3 ની કીમત પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે કપુરાઇ પોલીસને સોંપવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં જુદા જુદા ગુનાઓમાં નાસતા ફરતા જાહેર કરેલ આરોપીઓને શોધી કાઢવાની સૂચના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા અધીક પોલીસ કમિશ્નર ડૉ.લીના પાટીલ તરફથી મળેલી સૂચનાના આધારે એલ.સી.બી. ઝોન-3ના સ્કોડના માણસો દ્વારા નાસતા ફરતા ગુનાઓના આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી હતી. તે દરમ્યાન એલ.સી.બી સ્ટાફને બાતમી મળી હતી. કપુરાઇ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી હશમુખ જયંતીભાઇ પરમાર પાણીગેટ આયુર્વેદીક ત્રણ રસ્તા નજીક હાલમાં હાજર છે. જેથી બાતમી આધારે એલસીબી ઝોન 3ની ટીમે બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરાતા કપુરાઇ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા પ્રોહીબીશન ગુનામાં નાસતો ફરતો હોવાનુ કબૂલ્યું હતું. જેથી આરોપીને હસ્તગત કરી આગળની વધુ તપાસ માટે કપુરાઇ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યો છે.