Get The App

આજથી ભાવનગર-બાંદ્રા ટ્રેન વલસાડ સ્ટેશન પર ઉભી રહેશે

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
આજથી ભાવનગર-બાંદ્રા ટ્રેન વલસાડ સ્ટેશન પર ઉભી રહેશે 1 - image


- મુસાફરોની માંગણીને ધ્યાને લઈ પશ્ચિમ રેલવેનો નિર્ણય

- બન્ને દિશાની સ્પેશિયલ ટ્રેનને વલસાડ રેલવે સ્ટેશન પર બે-બે મિનિટનો હોલ્ટ અપાયો

ભાવનગર : ભાવનગર-બાંદ્રા-ભાવનગર ટર્મિનસની વિશેષ ટ્રેનને આવતીકાલથી વલસાડ રેલવે સ્ટેશન પર વધારાનો હોલ્ટ આપવાનો રેલવે પ્રશાસને નિર્ણય લીધો છે.

યાત્રિકોની સુવિધા અને માંગણીને ધ્યાને રાખી પશ્ચિમ રેલવે દ્વારા આવતીકાલ તા.૮-૫થી ભાવનગર ટર્મિનસથી ઉપડતી બાંદ્રા ટ્રેન વિશેષ અને તા.૯-૫થી બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશિયલ ટ્રેનને વલસાડ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે. ભાવનગર-બાંદ્રા ટ્રેન વલસાડ સ્ટેશન પર રાત્રે ૨-૧૪ કલાકે પહોંચી ૨-૧૬ કલાકે અને બાંદ્રા-ભાવનગર ટ્રેન બપોરે ૧૨-૫૨ કલાકે પહોંચી ૧૨-૫૪ કલાકે વલસાડ સ્ટેશનથી ઉપડશે તેમ ભાવનગર રેલવેના સૂત્રોએ જણાવ્યું છે.

Tags :