Get The App

બિલ્ડરના ઘરેથી રૂા. 1.50 લાખ ચોરનાર જૂના ઘરઘાટી સહિત 3 ની ધરપકડ

વતનમાં વ્યાજના ચક્કરમાં ફસાયેલા બે મિત્રોની મદદથી ઘરઘાટીએ ચોરી કર્યા બાદ બાઇક પર રાજસ્થાન ભાગી ગયા

Updated: Jul 30th, 2020

GS TEAM

Google News
Google News

સુરત તા. 30 જુલાઇ 2020 ગુરૂવાર

અઠવાલાઇન્સ સ્થિત આદર્શ સોસાયટીમાં ભરદિવસે બિલ્ડર પરિવાર હાજરમાં ત્રીજા માળે ચાર બેડરૂમના વોર્ડરોબ તોડી રૂા. 1.50 લાખની મત્તા ચોરનાર જૂના ઘરઘાટીને ઉમરા પોલીસે તેના વતન રાજસ્થાનથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. 

અઠવાલાઇન્સ સ્થિત આદર્શ સોસાયટીના બંગલા નં. 7 માં રહેતા બિલ્ડર જીગ્નેશ મગન રાદડીયા (ઉ.વ. 38 મૂળ રહે. ધજડી ગામ, તા. સાવરકુંડલા, જિ. અમરેલી) દસેક દિવસ અગાઉ પત્ની રશ્મી અને બે સંતાન ઉપરાંત માતા-પિતા, કાકી ભારતીબેન, પિતરાઇ અંકિત અને અંકુર અને તેમના સંતાન સહિત પરિવારના તમામ સભ્યો બપોરના સમયે ઘરમાં હતા. પરિવારના તમામ સભ્યોની ઘરમાં હાજરી વચ્ચે ત્રીજા માળે ચાર બેડરૂમના વોર્ડરોબ તસ્કરો તોડયા હતા જે પૈકી બેડરૂમમાંથી રૂા. 1.50 લાખ રોકડા ચોરી ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં ઉમરા પોલીસે રાજસ્થાન ખાતેથી સોહનલાલ મંગલસિંહ રાઠોડ, સુરેશ કુબેર કટારા અને શાંતીલાલ ગૌતમ કટારા (ત્રણેય રહે. વસી ગામ, જિ. ડુંગરપુર, રાજસ્થાન) ને ઝડપી પાડી રોકડા રૂા. 1.50 લાખ કબ્જે લીધા છે. ઉલ્લેખનીય છે કે શાંતીલાલ અગાઉ બિલ્ડર જીગ્નેશને ત્યાં ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો. જેથી પરિવારના સભ્યો કયારે જમવા બેસે છે તે સહિતની તમામ ગતિવિધી તેને ખબર હતી. બીજી તરફ વતનમાં વ્યાજના ચક્કરમાં ફસાય જતા બે મિત્ર સાથે મળી ચોરી કરવા માટે પલસર મોટરસાઇકલ પર વ્હેલી સવારે વતનથી નીકળ્યા હતા અને પરિવારના સભ્યો સાંજે 7 વાગ્યે જમવા બેસે ત્યારે શાંતીલાલ ગેસ લાઇનના પાઇપ વાટે ઉપર ચઢી ચોરીનો કસબ અજમાવી ત્રણેય ફરાર થઇ ગયા હતા. 

Tags :