એસ.પી.રીંગરોડથી ખારી નદી સુધીના ખારીકટ કેનાલ ફેઝ-૨ના એક હજાર કરોડના ડી.પી.આર.ને મંજૂરી અપાઈ
ફેઝ-૧ અંતર્ગત ૧૨ કિલોમીટર લંબાઈમાં આવેલી ખારીકટ કેનાલના રિડેવલપમેન્ટની કામગીરી હાલ ચાલી રહી છે
અમદાવાદ,શનિવાર,6
સપ્ટેમબર,2025
સરદાર પટેલ રીંગ રોડથી નરોડા સ્મશાનગૃહ તેમજ વિંઝોલ વહેળાથી
ઘોડાસર થઈ વટવા ગામ થઈ સરદાર પટેલ રીંગ રોડ સુધીની હયાત ખારીકટ કેનાલ ઉપરાંત રોપડા
તળાવથી ખારી નદી સુધીના એકસ્ટેન્શન સાથે ૨૨.૪૨ કિલોમીટર લંબાઈમાં ખારીકટ કેનાલના રિ-ડેવલપમેન્ટ
માટે રુપિયા ૧૦૦૩ કરોડના ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટને રાજય સરકારે મંજુરી આપી છે.ફેઝ-૧માં
નરોડા સ્મશાનથી વિંઝોલ વહેળા સુધી અંદાજે ૧૨.૭૫ કિલોમીટર લંબાઈમાં આવેલી હયાત ખારીકટ
કેનાલના રિડેવલપમેન્ટ માટે કામગીરી હાલ ચાલી રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં નરોડા સ્મશાનગૃહથી
વિંઝોલ વહેળા સુધીના ૧૨.૭૫ કિલોમીટર લંબાઈમાં આવેલી હયાત કેનાલના રિ-ડેવલપમેન્ટ
માટે રુપિયા ૧૧૯૧.૩૯ કરોડ ટેન્ડરની રકમ અંદાજવામા આવી હતી.જે સામે રુપિયા ૧૩૩૭.૫૯
કરોડ અંદાજની રકમ આવી હતી. કોર્પોરેશન વિસ્તારમાં બાકી રહેતી હયાત ખુલ્લી કેનાલને
રિ-ડેવલપ કરવા કેટલાક ભાગમા આર.સી.સી.સ્ટ્રોમ વોટર બોકસ સહીત કેનાલ બોકસ સ્ટ્રકચર
મુજબની ડીઝાઈન તથા અન્ય ભાગમાં માત્ર કેનાલ બોકસ સ્ટ્રકચર મુજબની ડિઝાઈન સહીત વોટર
સપ્લાય, ડ્રેનેજ
નેટવર્ક,રોડ, સ્ટ્રીટ લાઈટ
સહીતની કામગીરી હાથ ધરવામા આવશે.વિંઝોલ વહેળાથી એકસપ્રેસ વે તરફ જવા માટે સીધો
રસ્તો બની જવાથી સી.ટી.એમ. તેમજ જશોદાનગર તરફના ટ્રાફિકનુ ભારણ ભારણ ઘટાડી
શકાશે.પ્રિબીડ મિટીંગમાં ૧૯ કંપનીઓએ ભાગ લીધો હતો.
ફેઝ-૨માં કયા-કયા વિસ્તારનો સમાવેશ કરાયો?
૧.એસ.પી.રીંગ રોડથી મુઠીયા ડ્રેઈન,૨.મુઠીયા
ડ્રેઈનથી નરોડા સ્મશાનગૃહ.૩.વિંઝોલ વહેળાથી એકસપ્રેસ વે.૪.વિંઝોલ વહેળાથી
ઘોડાસર(આવકાર હોલ).૫.આવકાર હોલથી વટવા ગામ.૬.વટવા ગામથી ખારીનદી તરફ જતી
એસ.પી.રીંગરોડ સુધીની કેનાલ.૭.વટવા ગામથી વસઈ તરફ જતી એસ.પી.રીંગ રોડ સુધીની
કેનાલ.૮.વટવા ગામથી રોપડા તળાવ.૯.રોપડા તળાવથી ખારી નદી
ફેઝ-૧માં કામગીરી કયા સ્ટેજ સુધી પહોંચી?
-નરોડા
સ્મશાન ગૃહથી નવયુગ સ્કૂલ કેનાલ ક્રોસીંગ- ૮૬.૫૦ ટકા
-નવયુગ
ક્રોસીંગથી નીધીપાર્ક સોસાયટી સુધી-૯૩.૫૦ ટકા
-નીધીપાર્ક
સોસાયટીથી ઓઢવ ફાયર સ્ટેશન સુધી-૭૪.૫૦ ટકા
-ઓઢવ ફાયર
સ્ટેશનથી થોમસ અંગ્રેજી સ્કૂલ સુધી-૬૭.૩૫ ટકા
-થોમસ
અંગ્રેજી સ્કૂલથી વિંઝોલ વહેળા સુધી-૭૩ ટકા