Gujarat

૯ એપ્રિલથી ૩૧ મે-૨૬ સુધી એડવાન્સ પ્રોપર્ટી ટેકસ ભરનારા કરદાતાને ૧૫ ટકા સુધીનું રીબેટ અપાશે

By GS TEAM
25 Feb 20261 min read
૯ એપ્રિલથી ૩૧ મે-૨૬ સુધી એડવાન્સ પ્રોપર્ટી ટેકસ ભરનારા કરદાતાને ૧૫ ટકા સુધીનું રીબેટ અપાશે

  અમદાવાદ,બુધવાર,25 ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની બેઠકમાં ૯ એપ્રિલથી ૩૧ મે સુધી વર્ષ-૨૦૨૬-૨૭નો એડવાન્સ પ્રોપર્ટી ટેકસ ભરનારા કરદાતાઓને ૧૨ ટકા સુધી અપાશે. ઓનલાઈન ટેકસ ભરનારા કરદાતાને ૧૩ ટકા તથા સતત ત્રણ વર્ષથી ઓનલાઈન ટેકસ ભરતા કરદાતાઓને ૧૫ ટકા સુધીનું રીબેટ આપવામા આવશે.

રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુધ્ધસિંહ ઝાલા અને ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવેએ કહયુ, જાન્યુઆરી મહિનાથી શહેરીજનો માટે વ્યાજમાફી સ્કીમ અમલમા મુકવામા આવી છે. આ સ્કીમ હેઠળ  ટેકસ ભરનારા કરદાતાઓને વ્યાજમાફી આપવામા આવે છે. કોર્પોરેશનની પ્રણાલી મુજબ આગામી ૯ એપ્રિલથી ૩૧ મે સુધી એડવાન્સ ટેકસ ભરનારા કરદાતાઓને ૧૨થી લઈ ૧૫ ટકા સુધીનુ રીબેટ આપવા કમિટીએ   સ્ટેન્ડિંગ કમિટીની મંજુરીની અપેક્ષાએ ઠરાવ કર્યો છે.

વ્યાજમાફી સ્કીમ અંતર્ગત ૨૫૯ કરોડની કોર્પોરેશનને આવક

૧ જાન્યુઆરીથી બાકી કરવેરો ભરપાઈ કરનારા  રહેણાંક અને કોમર્શિયલ કરદાતાઓ માટે વ્યાજમાફી સ્કીમ અમલમા મુકવામા આવી છે. ૨૫ ફેબુ્આરી-૨૬ સુધીમાં તંત્રને ૨૮૨.૮૧ કરોડની આવક થઈ છે. આ પૈકી રુપિયા ૨૨.૯૯ કરોડ વ્યાજ માફ કરાતા નેટ રુપિયા ૨૫૯.૮૨ કરોડ આવક  બાકી ટેકસ પેટે મળી છે. ૩૧ માર્ચ સુધી આ સ્કીમ અમલમા રહેશે.

જીવદયા માટે કામ કરતી રજિસ્ટર સંસ્થાઓને પ્રોપર્ટી ટેકસ ભરવામાંથી મુકિત

કોર્પોરેશનની રેવન્યુ કમિટીની બેઠકમાં મુંગા પશુઓ માટે કામ કરતી ચેરીટી કમિશનરમા રજિસ્ટર સંસ્થાઓને મિલકતવેરો ભરવામાથી મુકિત આપવાનો ઠરાવ કરવામા આવ્યો છે.