CMનો ચહેરો જાહેર કરતા જ AAPને ફટકો: ઇન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં
અમદાવાદ તા. ૪
કોંગ્રેસના ચિહ્ન પર ચૂંટણી જીતેલા અને પછી આમ આદમી પાર્ટીમાં આ વર્ષે જ જોડાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ આજે સાંજે અચાનક જ ફરી કોંગ્રેસમાં જોડાયા છે. અહી નોંધવું જોઈએ કે આજે જ બપોરે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે પોતાના ચહેરાની જાહેરાત કરી જેમાં પત્રકારમાંથી પોલીટીશયન બનેલા ઇસુદાન ગઢવીની જાહેરાત કરી હતી.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં
કોંગ્રેસ અને ભાજપના વિકલ્પ તરીકે દિલ્હી અને પંજાબમાં સામાન્ય માનવીનું જીવન
સુધરે એ પ્રકારના શાસનમાં મોડેલની આગળ ધરી સત્તા મેળવવા ઝંખે છે ત્યારે આ એક મોટો
ફટકો પડ્યો છે.
એવું માનવામાં આવે છે કે
ગુજરાતના આમ આદમી પાર્ટીમાં રાજકરણમાં સૌથી વધુ અનુભવ ધરાવતા, ૨૦૧૨માં રાજ્યના
સૌથી ધનિક ધારાસભ્ય એવા ઇન્દ્રનીલ રાજ્યગુરુના રાજીનામાં અને કોંગ્રેસમાં
ઘરવાપસીના કારણે આમ આદમી પાર્ટીને ઉજળીયાત વર્ગ, રાજકોટ શહેર અને તેની આસપાસના
વિસ્તારમાં મોટો ફટકો પડી શકે છે.