રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ભંડોળની ગ્રાન્ટમાંથી બોડકદેવ તથા વેજલપુર વોર્ડમાં સ્પોન્જ પાર્ક બનાવવા મંજુરી
નકકી કરેલા પ્લોટમાં અર્થન ટેન્ક બેડ એરીયા બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરાશે
અમદાવાદ,શુક્રવાર,8 ઓગસ્ટ,2025
રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ભંડોળની ગ્રાન્ટમાંથી અમદાવાદના
બોડકદેવ તથા વેજલપુર વોર્ડમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા સ્પોન્જ પાર્ક બનાવવા
મંજુરી અપાઈ છે. નકકી કરેલા પ્લોટમાં ખોદાણ કરી અર્થન ટેન્ક બેડ એરીયા બનાવી
વરસાદી પાણીનો સંગ્રહ કરાશે જેને સ્પોન્જ પાર્ક કહે છે.સ્પોન્જ પાર્કથી વરસાદી પાણીનો
ઝડપથી નિકાલ થઈ શકશે.ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવશે.
દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા સાત શહેરોમાં અમદાવાદ પણ છે.
અર્બન ફલડીંગ ઘટાડવા રાષ્ટ્રીય આપત્તિ
નિવારણ ભંડોળ(એન.ડી.એમ.એફ.)ની ગ્રાન્ટમાંથી વેજલપુર વોર્ડમા આવેલા ટોરેન્ટ પાવર
સબસ્ટેશન પાસેના પ્લોટમા સ્પોન્જ પાર્ક બનાવવા ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ રજુ કરાયો
હતો.રૃપિયા ૧.૪૬ કરોડના ખર્ચથી સ્પોન્જ પાર્ક બનાવવા કોન્ટ્રાકટર ફેન્ટાસ્ટીક
કોર્પોરેશનને કામગીરી અપાઈ છે.બોડકદેવ વોર્ડમા આવેલા અશોકવાટીકા રોડ પાસેના
પ્લોટમાં રૃપિયા ૭૩.૪૩ લાખના ખર્ચે આજ કોન્ટ્રાકટર દ્વારા સ્પોન્જ પાર્ક બનાવાશે.
ચોમાસા સિવાયના સમયમા રીક્રીએશન પ્રવૃત્તિ માટે ઉપયોગ થઈ
શકશે
સ્પોન્જ પાર્કનો ચોમાસા સિવાયના સમયમા રીક્રીએશન પ્રવૃત્તિ માટે
ઉપયોગ થઈ શકશે.સ્પોન્જ પાર્કમા હોર્ટિકલ્ચર તથા ગાર્ડનીંગ જેવી સુવિધાનો સમાવેશ કરાયો
છે.