Get The App

યુવતીને ભગાડી જતાં યુવકના કાકાના ઘરમાં ઘૂસી ઘર વખરીની તોડફોડ

કુબેરનગરમાં પ્રેમ પ્રકરણમાં હુમલો કરતા પરિવારજનો ડરીને ઘર બહાર જતા રહ્યા

મકાનમાં ફ્રીજ, ટીવી, વોશિંગ મશીનની તોડફોડ કરી આંતક મચાવ્યો

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
યુવતીને ભગાડી જતાં યુવકના કાકાના ઘરમાં ઘૂસી ઘર વખરીની તોડફોડ 1 - image

અમદાવાદ, શુક્રવાર

કુબેરનગરમાં પ્રેમ પ્રકરણમાં ઘાતક હુમલો કરાયો હતો. જેમાં યુવતીને ભગાડી જવાના બનાવમાં યુવતીના પરિવારના લોકો ઘાતક હથિયારો સાથે ઘરમાં ઘૂસી ગયા હતા અને યુવકના કાકાના મકાનમાં ટીવી, ફ્રીજ તથા વોશિંગ મશીન સહિતની ઘરપખરીની તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. આ બનાવ અંગે સરદારનગર પોલીસે સાત લોકોે સામે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવતની સ્વજનો લાકડી, ત્રિકમ, લોખંડની કોસ સાથે મકાનમાં ફ્રીજ, ટીવી, વોશિંગ મશીનની તોડફોડ કરી આંતક મચાવ્યો ઃ સરદારનગર પોલીસમાં સાત સામે ફરિયાદ

કુબરનગર ખાતે રહેતી મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં હિંમતનગર તથા સરદારનગર ખાતે રહેતા સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સવારે તેઓ ઘરે હાજર હતા ત્યારે જાણવા મળ્યું હતું કે તેમના જેઠનો પુત્ર એક યુવતીને ભગાડીને જતો રહ્યો હતો જેને લઇને જતો રહ્યો હતો. 

જેને લઇને ગઇકાલે સાંજે પરિવારના સભ્યો ઘરે હાજર હતા આ સમયે સાત લોકો ગાળો બોલીને હાથમાં લાકડી, ત્રિકમ તથા લોખંડની કોસ સાથે ઘરમાં ઘસી આવ્યા હતા જેથી પરિવારના લોકો ડરના માર્યા ઘર બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ મકાનમાં એલ.ઇ.ડી ટીવી અને ફ્રીજ તથા વોશિંગ મશીન સહિતની ઘરવખરીની તોડફોડ કરીને નુકસાન કર્યું હતું. આતંક મચાવતાં સ્થાનિક લોકો એકઠા થતાં પોલીસેને જાણ કરતાં આરોપીઓ નાસી ગયા હતા.