Get The App

ભાવનગર ડિવિઝનની ૪ જોડી ટ્રેનોની ફ્રિક્વન્સી લંબાવાઈ

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
ભાવનગર ડિવિઝનની ૪ જોડી ટ્રેનોની ફ્રિક્વન્સી લંબાવાઈ 1 - image


- ભાવનગર-બાન્દ્રા વીકલી 14 ઓગસ્ટ સુધી લંબાવાતા બૂકિંગ શરૂ

- ભાવનગર-ગાંધીગ્રામ, બોટાદ-ગાંધીગ્રામ અને ભાવનગર-ધોળા સહિત 3 ટ્રેન 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવાઈ

ભાવનગર : ભાવનગરથી દોડતી ત્રણ અને બોટાદથી દોડતી એક સહિત કુલ ચાર ટ્રેનની ફ્રિક્વન્સી લંબાવવાનો રેલવે પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 

 ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર બાંદ્રા ટમનસ-ભાવનગર સ્પેશિયલ ટ્રેન (નં. ૦૯૨૦૭) જે અગાઉ તા. ૨૭ જૂન સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે તા. ૧૫ ઓગસ્ટ સુધી લંબાવાઈ છે. તેવી જ રીતે, ભાવનગર-બાંદ્રા ટમનસ સ્પેશિયલ ટ્રેન (નં.૦૯૨૦૮) જે અગાઉ તા. ૨૬ જૂન સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે તા. ૧૪ ઓગસ્ટ સુધી લંબાવાઈ છે. ઉપરોક્ત બંને ટ્રેનો માટે ટિકિટ બુકિંગ શરૂ છે. તો ગાંધીગ્રામ-બોટાદ ટ્રેન (નં. ૦૯૨૧૧) અને બોટાદ-ગાંધીગ્રામ ટ્રેન (નં. ૦૯૨૧૨) અગાઉ તા. ૩૦ જૂન સુધી અધિસૂચિત કરાઈ હતી, તે હવે તા. ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે.

 એ જ રીતે ભાવનગર-ગાંધીગ્રામ ટ્રેન (નં. ૦૯૨૧૬) અને ગાંધીગ્રામ-ભાવનગર ટ્રેન (નં. ૦૯૨૧૫) જે પણ અગાઉ તા. ૩૦ જૂન સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે તા. ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. જ્યારે ભાવનગર-ધોળા ટ્રેન (નં. ૦૯૫૩૦) અને ધોળા-ભાવનગર  ટ્રેન (નં. ૦૯૫૨૯) જે અગાઉ તા. ૩૦ જૂન સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે તા. ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. 

Tags :