Gujarat
ભાવનગર ડિવિઝન થઈને ચાલતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રિક્વન્સી 31 ડિસેમ્બર સુધી લંબાવાઈ
By GS TEAM
27 Aug 20251 min read

Bhavnagar News: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખી ૩૧મી ડિસેમ્બર સુધી ભાવનગર રેલવેની ત્રણ જોડી વિશેષ ટ્રેનની ફ્રિક્વન્સી લંબાવવાનો નિર્ણય કરાયો છે. ગાંધીગ્રામ-બોટાદ, બોટાદ-ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેન અગાઉ 30 સપ્ટેમ્બર સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. તે હવે 31મી ડિસેમ્બર સુધી લંબાવાઈ છે. તેવી જ રીતે ભાવનગર-ગાંધીગ્રામ અને ગાંધીગ્રામ-ભાવનગર દૈનિક વિશેષ અનરિઝર્વ્ડ ટ્રેન અગાઉ તા.30-9 સુધી અધિસૂચિત કરાઈ હતી. તેની પણ 31મી ડિસેમ્બર સુધી ફ્રિક્વન્સી લંબાવવામાં આવી છે. ભાવનગર-ધોળા અને ધોળા-ભાવનગર દૈનિક સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનને 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હોવાનું ભાવનગર રેલવેના સૂત્રોએ જણાવ્યું છે.








