Gujarat

ભાડૂતી બેન્ક ખાતાની વધતી ફરિયાદોઃ 10 હજાર કમિશન લઇ ખાતું આપનાર યુવકના ખાતામાં 3.71 લાખના ટ્રાન્જેક્શન

By GS TEAM
16 Dec 20251 min read
ભાડૂતી  બેન્ક ખાતાની વધતી ફરિયાદોઃ 10 હજાર કમિશન લઇ ખાતું આપનાર યુવકના ખાતામાં 3.71 લાખના ટ્રાન્જેક્શન

વડોદરાઃ ઓનલાઇન ઠગાઇ માટે ઉપયોગમાં લેવાતા ભાડાના બેન્ક ખાતાઓની સંખ્યા સતત વધી રહી છે.વડોદરામાં આવા ખાતાઓ સામે ફરિયાદનો સિલસિલો સતત જારી રહ્યો છે અને ફતેગંજ પોલીસમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે.

સાયબર સેલના નેશનલ પોર્ટલ ઉપર વડોદરાના નિઝામપુરા વિસ્તારની એચડીએફસી બેન્કના એક એકાઉન્ટમાં ઠગાઇની રકમ જમા થઇ હોવાની માહિતી મળતાં ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે આ એકાઉન્ટની ડીટેલ તપાસતાં ઝુબેર મકબુલખાન પઠાણ(રસુલજીની ચાલ, છાણી રોડ)એ આ એકાઉન્ટ ખોલાવી તેના મિત્ર દિલસાદખાન ઉર્ફે સલમાન પઠાણ (રહેમતપાર્ક,ગોરવા)ને ચલાવા આપ્યું હોવાની વિગતો ખૂલી હતી.આ પેટે તેને રૃ.૧૦ હજાર કમિશન મળ્યું હતું.

ઝુબેરે મિત્રને એક સિમકાર્ડ  પણ આપ્યું હતું.આ બેન્ક એકાઉન્ટમાં તા.૧-૭-૨૦૨૪ થી તા.૯-૧૨-૨૦૨૫ સુધી કુલ રૃ.૪.૨૭ લાખના ટ્રાન્જેક્શન થયા હતા.જેમાંથી રૃ.૩.૭૧ લાખના ટ્રાન્જેક્શન બિનઅધિકૃત હોવાનું જણાતાં પોલીસે ઝુબેર અને દિલસાદ ખાન સામે ગુનો નોંધ્યો છે.