ગીરો મૂકેલી કાર પરત નહિ કરી છેતરપિંડી કરનાર વાહનોની લેવેચ કરતો એજન્ટ પકડાયો

વડોદરાઃ વાહનોની લેવેચ કરવાના નામે છેતરપિંડીના અવારનવાર કિસ્સા બનતા હોય છે.જેથી પોલીસ દ્વારા આવા ગીરો કે વેચાણ અંગે કરાર કરી લેવા તાકિદ કરવામાં આવતી હોય છે.ગોરવામાં આવા જ એક કિસ્સામાં વાહનોની લેવેચ કરનારની ધરપકડ કરવામાં આવીછે.
ગોરવાની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા મીનલબેન પટેલે માર્ચ-૨૦૨૪માં અમે મુખત્યાર પઠાણને કાર ગીરો આપી હતી.જે કારનો તેમણે આરસી બુક લીધી હતી પરંતુ ગીરો કરાર કર્યો નહતો.કાર પેટે તેમણે રૃ.૧.૯૨ લાખ આપ્યા હતા.આ કાર પરત કરવા માટે વારંવાર કહેતાં આરોપીએ ગલ્લા તલ્લા કર્યા હતા.જેથી ગોરવા પોલીસે ગુનો નોંધી વાહનોની લેવેચ કરતા મુખત્યાર હસનખાન પઠાણ(આમેના હાઇટ્સ,કિસ્મત ચોકડી પાસે,તાંદલજા)ની ધરપકડ કરી છે.