Get The App

પોલેન્ડના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને છેતરપિંડી

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
પોલેન્ડના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને છેતરપિંડી 1 - image


છાણી રામા કાકાની ડેરી પાસે ઓમકારા રેસીડન્સીમાં રહેતા સોનલબેન રાહુલભાઈ પરમાર એ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું એક્સપ્રેસ હોટલ અલકાપુરીમાં નોકરી કરું છું. અમારે પોલેન્ડ ખાતે વર્ક પરમીટ પર જવાનું હોવાથી સારાભાઈ કેમ્પસમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં આવેલ યુરોકન ઇન્ટરનેશનલ કન્સલ્ટન્સીની ઓફિસે ગયા હતા જ્યાં ગૌરાંગ દિનેશભાઈ પટેલ મળ્યા હતા અને તેમને પોતાની ઓળખાણ કંપનીના માલિક તરીકે આપી હતી. પોલેન્ડના વર્ક પરમિટ અપાવવાના બહાને તેઓએ મારી પાસેથી 2.52 લાખ રૂપિયા લીધા હતા પરંતુ પોલેન્ડ મોકલી આપ્યા ન હતા અને તેમને પૈસાની પરત ચુકવણી  પેટે આપેલા ચેક પણ રિટર્ન થયા હતા.

Tags :