Gujarat

કેનેડા મોકલવાને નામે વધુ એક યુવક સાથે 13.70 લાખની ઠગાઇ

By GS TEAM
20 Sep 20251 min read
કેનેડા મોકલવાને નામે વધુ એક યુવક સાથે 13.70 લાખની ઠગાઇ

વડોદરાઃ વિદેશ મોકલવાના નામે ઠગાઇના અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે ત્યારે વડોદરાના વધુ એક યુવક સાથે ૧૩.૭૭ લાખની ઠગાઇ થતાં પોલીસ ફરિયાદ થઇ છે.

માણેજાની મધુરમ સોસાયટીમાં રહેતા રોહિતકુમાર રતુરામ ગોહિલ(મૂળ રહે. દહેથાણ,કરજણ)એ પોલીસને કહ્યું છે કે,મારા પુત્ર સત્યમે બીટેક કર્યું હોવાથી વધુ અભ્યાસ માટે કેનેડા મોકલવા માટે મુજમહુડા સિગ્નેટ હબ પાસે તપરી કેફે ચલાવતા ગૌરાંગ ઉર્ફે શ્યામરાજ ધિરજકુમાર રાજના કહેવાથી વિઝા એજન્ટ વિપુલ જગદીશભાઇ ચૌહાણનો સંપર્ક કર્યો હતો.

કેફે ખાતે જ મીટિંગ થઇ હતી અને કેનેડા મોકલવા માટે લેકહેડ યુનિ.ની ફી તેમજ અન્ય ખર્ચ પેટે રૃ.૩૨.૭૭લાખ ચૂકવ્યા હતા.પરંતુ ત્યારબાદ ફી પણ ભરાઇ નહતી અને પૈસા પણ પરત કર્યા નહતા.જેથી વારંવાર માંગણી કરતાં રૃ.૧૯.૦૭ લાખ પરત કર્યા છે.જ્યારે બીજી રકમ હજી પરત કરી નથી.જેથી ેજ પી રોડ પોલીસે કેફે સંચાલક અને વિઝા કન્સલટન્ટ સામે ગુનો નોંધ્યો છે.