Gujarat

ક્રેડિટ કાર્ડની ઇન્ટરનેશનલ સર્વિસ બંધ કરવાના બહાને રૂ.૧.૩૬ લાખની ઠગાઈ

By GS TEAM
17 Dec 20251 min read
ક્રેડિટ કાર્ડની ઇન્ટરનેશનલ સર્વિસ બંધ કરવાના બહાને રૂ.૧.૩૬ લાખની ઠગાઈ

બેંક કર્મચારીની ખોટી ઓળખ આપી અજાણ્યા વ્યક્તિએ મોકલેલી લિંક પર વિગતો સબમીટ કરતા બે ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂ.૧,૩૬,૬૨૫ની રકમડેબિટ થઈ ગઈ હતી. આ અંગે ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે છેતરપિંડી તથા આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

મૂળ મહારાષ્ટ્ર અને હાલમાં આજવા રોડ વિસ્તારમાં રહેતો અમન ગુપ્તા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા. ૨૨ ઓગષ્ટના રોજ તેમને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે પોતાની ઓળખ બેંકના કર્મચારી તરીકે આપી કહ્યું હતું કે, તેમના બેંકના ક્રેડિટ કાર્ડ પર ઇન્ટરનેશનલ સર્વિસ ચાલુ છે અને તે બંધ કરવા માટે રૂ.પ હજારનો ચાર્જ ચૂકવવો પડશે. ત્યારબાદ તેણે મોકલેલી લિંક પર અમને બે ક્રેડિટ કાર્ડની જરૂરી વિગતો સબમીટ કરાવી હતી.

લિંક પર વિગતો ભરતાની સાથે જ બંને ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂ.૧,૩૬,૬૨૫ની રકમ ડેબિટ થઈ ગઈ હતી. પોલીસે અજાણ્યા શખ્સ સામે છેતરપિંડી, આઈ.ટી. એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.