Gujarat

સસ્તામાં ટુ વ્હિલર અપાવવાનું કહી છેતરપિંડી: મહિલા સામાજીક કાર્યકર પાસેથી રૂપિયા પડાવી લેનાર સામે ગુનો દાખલ

By GS TEAM
2 Nov 20251 min read
TukuTouch Logo
સસ્તામાં ટુ વ્હિલર અપાવવાનું કહી મહિલા સામાજીક કાર્યકર પાસેથી રોકડા 33,500 રૂપિયા પડાવી લઇ છેતરપિંડી કરનાર સામે મકારપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સસ્તામાં ટુ વ્હિલર અપાવવાનું કહી છેતરપિંડી: મહિલા સામાજીક કાર્યકર પાસેથી રૂપિયા પડાવી લેનાર સામે ગુનો દાખલ

સસ્તામાં ટુ વ્હિલર અપાવવાનું કહી મહિલા સામાજીક કાર્યકર પાસેથી રોકડા 33,500 રૂપિયા પડાવી લઇ છેતરપિંડી કરનાર સામે મકારપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

માણેજા  સિમેન્સ કંપનીની બાજુમાં શિવ નગર સોસાયટીમાં રહેતા સામાજીક કાર્યકર નયનાબેન મનિષભાઇ રાઠવાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારે ટુ વ્હિલર લેવાનું હોઇ માણેજા ક્રોસિંગ પાસે આવેલા શો રૂમમાં ગઇ હતી. તે સમયે મને વિશાલ પટેલ (રહે. મકરપુરા  ગામ) મળ્યો હતો. જેને હું છેલ્લા 24 વર્ષથી ઓળખું છું. વિશાલ પટેલે અડધી કિંમતમાં ગાડી અપાવવાનું કહ્યું હતું. બીજે દિવસે વિશાલ મારા ઘરે આવ્યો હતો. મારા દીકરાઓ અંદરની રૂમમાં અભ્યાસ કરતા હતા. વિશાલે મને 40 હજારમાં ટુ વ્હિલર અપાવવાનું કહ્યું હતું. મેં તેને ના  પાડતા તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો. તેણે મને ધમકી આપતા કહ્યું કે, તમારે ટુ વ્હિલર તો મારી  પાસેથી જ લેવું પડશે. પોલીસમાં મારી ઓળખાણ છે. તમારું કંઇ ચાલશે નહીં. મેં  ગભરાઇને વિશાલ પટેલને રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. વિશાલ પટેલે મારી પાસેથી બળજબરીથી 33,500 રૂપિયા પડાવી લીધા હતા. પરંતુ, તેણે મને ટુ વ્હિલર અપાવ્યું નહતું. તેમજ અવાર-નવાર મને ધમકાવતો હતો.