Gujarat

ICICI સિક્યુરિટીઝના સ્ટેમ્પ મોકલી રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ઇન્વેસ્ટમેન્ટના નામે 1.09 કરોડની ઠગાઈ

By GS TEAM
25 Jun 20252 mins read
TukuTouch Logo
વડોદરામાં વધુ એક ઇન્વેટર સાથે ઓનલાઇન છેતરપિંડીનો બનાવ બન્યો છે. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ લિમિટેડના સ્ટેમ્પ તથા સહીવાળા લેટર મોકલી ઇન્વેસ્ટર પાસે 1.09 કરોડ પડાવી લેવામાં આવતા ફરિયાદ નોંધાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ICICI સિક્યુરિટીઝના સ્ટેમ્પ મોકલી રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ઇન્વેસ્ટમેન્ટના નામે 1.09 કરોડની ઠગાઈ

Vadodara Fraud Case : વડોદરામાં વધુ એક ઇન્વેટર સાથે ઓનલાઇન છેતરપિંડીનો બનાવ બન્યો છે. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ લિમિટેડના સ્ટેમ્પ તથા સહીવાળા લેટર મોકલી ઇન્વેસ્ટર પાસે 1.09 કરોડ પડાવી લેવામાં આવતા ફરિયાદ નોંધાય છે.

આટલાદરાના પ્રમુખસ્વામી પાર્કમાં રહેતા અને જુના પાદરા રોડની ખાનગી કંપનીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા મની નાયરે પોલીસને કહ્યું છે કે, ગીતા છઠ્ઠી માર્ચ વિનીતા પટોડીયા, આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ ગ્રુપના નામે મને મેસેજ આવ્યો હતો. મને સ્ટોકમાં ઈનવેસ્ટ કરો છો કે કેમ.. તેમ પૂછી કયા સ્ટોક રાખવા છે તેનું એનાલિસિસ કરીને કહેશે તેમ કહ્યું હતું. 

ત્યારબાદ વિનીતા પટોડીયાના નામે વાત કરતી વ્યક્તિ એ શેર માર્કેટ વિશે પૂછપરછ કરી હતી અને તે પણ ટ્રેડિંગમાં જોડાશે તો બંનેને ફાયદો થશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. તમે આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીસના રજીસ્ટ્રેશનવાળા લેટરપેડ પર માહિતી મેળવી હતી.

ઇન્વેસ્ટરે કહ્યું છે કે, 11મી માર્ચે એક લિંક મોકલતા મેં મોબાઈલ નંબર અને પાસપોર્ટ જનરેટ કરી લોગીન કર્યું હતું. જેમાં ICICI સિક્યુરિટીસ સંબંધીત એક પેજ ખુલ્યું હતું અને તેમાં મારું વોલેટ એકાઉન્ટ દેખાતું હતું. મે 25000 ઇન્વેસ્ટમેન્ટ કરતા તેની સામે 27,423 જમા થયા હતા. ત્યાર પછી મને બીજા એક ગ્રુપમાં જોઈન્ટ કરવામાં આવ્યો હતો જ્યાં બધા પ્રોફિટના મેસેજ મુકતા હતા. વિનીતા આ ગ્રુપની એડમિન હતી.

મેં રૂ.1લાખ ઇન્વેસ્ટ કરતાં તેની સામે ચાર દિવસમાં 1.08 લાખનો નફો બતાવતા હતા. આ રકમ ટ્રાન્સફર થતા મને વિશ્વાસ આવી ગયો હતો. ત્યારબાદ અલગ અલગ તારીખે કુલ રૂ.1.09 કરોડ ઇન્વેસ્ટ કર્યા હતા. આ દરમિયાન મને દરેક વખતે જુદી જુદી લીંક આપવામાં આવતી હતી અને અગાઉની લીંક નીકળી જતી હોવાથી મને શંકા પડી હતી. જેથી મારી સાથે છેતરપિંડી થતા સાયબર સેલને ફરિયાદ કરી હતી.