Get The App

કાપડ બજારમાં ફ્રોડ કરનારી પાર્ટીઓના નામ મંગાવી વેબસાઈટ પર ચઢાવી દેવાશે

કાપડ બજારમાં થતા ફ્રોટને અટકાવવા નવી કીમિયો અજમાવ્યો

ભારતીય ન્યાય સંહિતની કલમ ૩૫૬માં ડિફેમેશનમાં અપવાદની પેટા કલમ ૧૦ હેઠળ વેપારીઓના હિતમાં નામ જાહેર કરાયા

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News


પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર

કાપડ બજારમાં વેપારીઓ પાસેથી માલ ખરીદીને છેતરપિંડી કરનારા અન્ય રાજ્યના કે પછી ગુજરાતના જ વેપારીઓના નામ, નંબર, જીએસટી નંબર સહિતની વિગતો મંગાવીને તેમના નામ વેબસાઈટ પર ચઢાવવા માંડયા છે. વેપારી માલ લઈને પૈસા ન ચૂકવે, ચેક આપીને પછી ચેક બાઉન્સ કરાવી દે તેવા કિસ્સાઓની વિગતો વેબસાઈટ પર મૂકવા માંડી છે. 

કાપડ બજારમાં ફ્રોડ કરનારી પાર્ટીઓના નામ મંગાવી વેબસાઈટ પર ચઢાવી દેવાશે 1 - imageતદુપરાંત મસ્કતી કાપડ મહાજનમાં સભ્ય વેપારીઓ દ્વારા કરવામાં આવતી લેખિત ફરિયાદોને લગતી માહિતી પણ વેબસાઈટ પર ચઢાવી દેવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતી ફરિયાદોની વિગતો પણ વેબસાઈટ પર ચઢાવી દેવામાં આવી રહી છે. કાપડ બજારના ગુજરાતન અને ગુજરાતની બહારના વેપારીઓને એલર્ટ કરવા માટે આ વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. 

આ વેબસાઈટ પર નામ મૂકીને વેપારીઓ સાથે ફ્રોડ કરનારાઓ પાસેથી નાણાંની રિકવરી કરવાની કામગીરી પણ નોંધપાત્ર પ્રમાણમાં થઈ હોવાનું મસ્કતી કાપડ મહાજનના પ્રમુક ગૌરાંગ ભગતનું કહેવું છે. આ વેબસાઈટ પર મૂકવામાં આવેલી વિગતો વેપારી આલમના હિતમાં મૂકવામાં આવી રહી છે. પરિણામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૫૬માં આપવામાં આવેલા અપવાદનો આશરો લેવામાં આવ રહ્યોો છે. અપવાદ નંબર ૧૦માં જણાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ અંગે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓના સમુહ પરત્વેની સદભાવના સાથે ચેતવણી આપવામાં આવે તો તેને ડિફેમેશન ગણી શકાય નહિ. તેવી જ રીતે એવી વ્યક્તિના ભલા માટે માહિતી આપવામાં આવી હોય કે જેમાં અન્ય વ્યક્તિનું હિત સંકળાયેલું હોય અથવા તો સર્વજનનું હિત સંકળાયેલું હોય.


Tags :