Gujarat

દસ વર્ષમાં ચોથો પ્રોજેકટ મરણ પથારી ઉપર, સાબરમતીમાં રિવરક્રુઝ ચલાવવા વાર્ષિક ૬૫ લાખ ભાડુ માફ કરવા અંગે રજુઆત

By GS TEAM
5 Aug 20252 mins read
દસ વર્ષમાં ચોથો પ્રોજેકટ મરણ પથારી ઉપર, સાબરમતીમાં રિવરક્રુઝ ચલાવવા વાર્ષિક ૬૫ લાખ ભાડુ માફ કરવા અંગે રજુઆત

અમદાવાદ,મંગળવાર,5 ઓગસ્ટ,2025

દસ વર્ષમાં અમદાવાદમાં ચોથો પ્રોજેકટ હવે મરણ પથારી ઉપર જોવા મળી રહયો છે. સાબરમતી નદીમાં રિવરક્રુઝ ચલાવવા વાર્ષિક રુપિયા ૬૫ લાખનુ ભાડુ માફ કરવા અક્ષર ટ્રાવેલ્સ દ્વારા અમદાવાદના મેયર,મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત અમદાવાદ પશ્ચિમના સાંસદ તથા ધારાસભ્ય સહીતના લોકો સમક્ષ રજુઆત કરાઈ છે.ચોમાસામા આગોતરી જાણ કર્યા વગર નદીમાં પાણી છોડી દેવાય છે.નદીમા પાણીનુ લેવલ ઘટાડાય છે ત્યારે પણ રિવરક્રુઝ બંધ રાખવી પડે છે. અત્યારસુધીમાં રિવરક્રુઝ પાછળ રૃપિયા ૩.૫ કરોડનુ આર્થિક નુકસાન થયુ છે.

વર્ષ-૨૦૨૩માં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા નદીમાં રિવરક્રુઝ શરુ કરવામા આવી હતી.નદીમાં ચલાવાતી રિવરક્રુઝ બે મહીનાથી કયારેક બંધ તો કયારેક ચાલુ જોવા મળી રહી છે.ચોમાસામા ત્રણ મહીના નદીમા રિવરક્રુઝ બંધ રાખવી પડતી હોય છે. આ કારણથી રિવરફ્રન્ટ ખાતે આવતા પ્રવાસીઓ ક્રુઝની મજા માણી શકતા નથી.આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમા સાબરમતી નદીમાં કાંપનુ પ્રમાણ વધવા પામ્યુ છે.નદીમાં કાંપ વધારે અને પાણી ઓછા પ્રમાણમા રહેતુ હોવાથી કયારેક રિવરક્રુઝને નુકસાન થવાની દહેશત પણ રજુઆતમાં દર્શાવાઈ છેવર્ષ-૨૦૧૫થી ૨૦૨૫ સુધીમા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરુ કરવામા આવેલા પ્રોજેકટની વાત કરવામા આવે તો એન.આઈ.ડી.પાછળ ઝીપલાઈન પ્રોજેકટ શરુ કરાયો હતો.સી-પ્લેન પ્રોજેકટ આવવાનો હોવાથી ઝીપલાઈન પ્રોજેકટ બંધ કરાયો હતો.વર્ષ-૨૦૨૦માં સી-પ્લેન પ્રોજેકટ શરૃ કરાયો હતો.પાણી અને ટેકનીકલ પ્રોબ્લેમના કારણે આ પ્રોજેકટ પણ બંધ કરી દેવાયો છે.વર્ષ-૨૦૨૪માં અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર રાઈડ શરૃ કરાઈ હતી.જો કે આ સેવા પણ સી-પ્લેનની માફક થોડા સમયમા જ બંધ કરવાની ફરજ પડી હતી.અણઘડ આયોજનના આ ઉદાહરણ છે.