Get The App

વાવાઝોડું ફાનીને લઇને પુરી-અમદાવાદ સહિત ચાર ટ્રેનોને રદ કરવામાં આવી

Updated: May 2nd, 2019

GS TEAM

Google News
Google News
વાવાઝોડું ફાનીને લઇને પુરી-અમદાવાદ સહિત ચાર ટ્રેનોને રદ કરવામાં આવી 1 - image

સુરત, તા.2 મે ગુરુવાર 2019

હવામાન ખાતાએ આપેલી ચેતવણી સાચી પડતી હોય એમ આંધ્ર પ્રદેશમાં વાવાઝોડા જેવા તોફાની પવન સાથે આજે સવારે ભારે વરસાદ શરૂ થયો હતો. વરસાદનું જોર એટલું હતું કે બે ટ્રેનનો રૂટ બદલવાની ફરજ પડી હતી.

રેલવે તંત્રે આવતીકાલ તા.3જીની પુરીથી ઉપડતી પૂરી-અમદાવાદ સહિતની ચાર ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે વિશાખાપટ્નમ-અમૃતસર વચ્ચેની ટ્રેનને ડાઈવર્ટ કરવાનો નિર્ણય કરાયો છે.

પુરીથી તા.3જીના રોજ ઉપડનારી પૂરી-અમદાવાદ (12843), પુરી-હાવડા (18477), પુરી-સાઈનગર શિર્ડિ (18407) અને પુરી- દુર્ગ (18425) રદ કરવામાં આવી છે.આ સાથે વિશાખાપટ્ટનમ-અમૃતસર (18507)ને ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન વિઝાગનગરમ, તિલકગ્રહ જંકશન સંબલપુર જંકશન થઈ દોડશે.