દરજીપુરા બ્રિજ નજીક પાવાગઢના બે દર્શનાર્થીને ચાર લૂંટારાએ હુમલો કરી લૂંટી લીધા
Vadodara Robbery Case : વડોદરા નજીક દરજીપુરા બ્રિજ પાસે ગઈકાલે પરોઢીયે પાવાગઢના બે દર્શનાર્થીઓને લૂંટી લેવાનું બનાવ બનતા પોલીસે ચાર લૂંટારાની તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનના પ્રતાપગઢ નજીક સિધ્ધપુરા ગામે રહેતા અને ખેતી કામ કરતા કેશુરામ લબાના એ પોલીસને કહ્યું છે કે ગઈકાલ 29 મી એ હું તેમજ મારા પરિવારના રઘુનાથ લબાના લક્ઝરી બસમાં પાવાગઢ માતાજીના દર્શન માટે આવવા નીકળ્યા હતા. પરંતુ અમને ઊંઘ આવી જતા હાલોલ ઉતારવાની જગ્યાએ આજવા ચોકડી પાસે ઉતરી ગયા હતા.
પરોઢિયે ચારેક વાગે અમે આજવા ચોકડીથી ચાલતા ગોલ્ડન ચોકડી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન એક સ્કૂટર તેમજ એક બાઈક ઉપર ચાર જણા આવ્યા હતા અને ક્યાં જવું છે તેમ પૂછી વાહનો પર બેસી જાવ આગળ છોડી દઈશું અને 50 રૂપિયા આપી દેજો તેમ કહ્યું હતું. જેથી અમે બંને તેમની સાથે બેસી ગયા હતા.
દર્શનાર્થીએ કહ્યું છે કે અમને એરફોર્સ ગ્રીસ થઈને એલએન્ડટી કંપની પહેલા હાઇવેથી અંદરના ભાગે લઈ જતા હોવાથી અમે ઉતરી જવા માટે આગ્રહ રાખ્યો હતો. જેથી બંને જણાય અમને ઉતારી દીધા હતા અને અમે ચાલતા આગળ વધી રહ્યા હતા. જે દરમિયાન ચારેય જણાવો અમારી પાછળ આવ્યા હતા અને તેમણે પહેલા લોખંડના કડાથી હુમલો કર્યો હતો. મેં પણ એક જણને છાતીએ બચકું ભરી દીધું હતું.
ત્યારબાદ ચારે હુમલાખોરો અમારો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. જ્યારે ત્રણ જણાએ મને પકડી રાખ્યો હતો અને ખિસ્સામાંથી 8000 રોકડા તેમજ મોબાઈલ લૂંટીને તમામ લુટારા ફરાર થઈ ગયા હતા. હરણી પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.