જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાં આડેધડ રીક્ષા પાર્ક કરનારા ચાર રિક્ષાચાલકો દંડાયા : ચારેય સામે ગુના નોંધાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

image : Filephoto
Jamnagar : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાં આડેધડ રિક્ષાચાલકો પોતાની રીક્ષાને પાર્ક કરી દેતા હોવાથી ત્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાતિ હોય છે, જેને લઇને ગઈકાલે સીટી બી. ડિવિઝનની પોલીસ ટુકડીએ જઈને ઓચિંતું ચેકિંગ કર્યું હતું, જે ચેકિંગ દરમિયાન ચાર રિક્ષાચાલકો ટ્રાફિકને અડચણ રૂપ બને તે રીતે પોતાની રીક્ષા રાખીને ઉભેલા મળી આવ્યા હતા.
આથી પોલીસે ચારેય રિક્ષાચાલકો અનિરુદ્ધસિંહ દેવુભા ગોહિલ, સલેમાનભાઈ હાસમભાઇ હાલેપુત્રા, સલીમખાન કરીમખાન પઠાણ અને રમજાન સલીમભાઈ ફકીર ચારેય સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે, અને ટ્રાફિક નિયમન ભંગ અંગેના કેસ કરવામાં આવ્યા છે. પોલીસની આ કાર્યવાહીને લઈને જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાં ખાસ કરીને રિક્ષાચાલકોમાં નાસભાગ થઈ હતી.








