Gujarat

ચાર રીઝર્વ પ્લોટ વેચાયા, શિલજના પ્લોટના વેચાણથી ૧૬૮ કરોડની મ્યુનિ.ને આવક

By GS TEAM
18 Dec 20251 min read
ચાર રીઝર્વ પ્લોટ વેચાયા, શિલજના પ્લોટના વેચાણથી ૧૬૮ કરોડની મ્યુનિ.ને આવક

  અમદાવાદ,ગુરુવાર,18 ડિસેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના શિલજ ઉપરાંત સોલા અને વસ્ત્રાલ વોર્ડમાં આવેલા રહેણાંક અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ વેચવા હરાજી કરાઈ હતી.શિલજના રહેણાંક હેતુ માટેના પ્લોટથી સૌથી વધુ રુપિયા ૧૬૮.૯૩ કરોડ આવક થઈ હતી. ચાર પ્લોટના વેચાણથી રુપિયા ૪૪૧.૭૩ કરોડ તંત્રને મળ્યા હતા.

શિલજના ૯૭૬૫ ચોરસ મીટરના રહેણાંક હેતુ માટેના   પ્લોટ માટે પ્રતિ ચોરસ મીટર રુપિયા ૧.૭૦ લાખ અપસેટ વેલ્યુ રખાઈ હતી.જેની સામે સાફલ્ય એસોસિએટ દ્વારા મહત્તમ રુપિયા ૧.૭૩ લાખની ઓફર કરાઈ હતી.સોલામા આવેલા ૩૯૭૪ ચોરસ મીટરના કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ માટે પ્રતિ ચોરસમીટર રુપિયા ૧.૭૫ લાખ અપસેટ વેલ્યુ રખાઈ હતી.જેની સામે  હેલિક્ષ ઈન્ફ્રાસ્પેસ દ્વારા મહત્તમ રુપિયા ૨.૮૧ લાખની ઓફર કરતા તંત્રને રુપિયા ૧૧૧.૬૬ કરોડ આવક થઈ હતી.સોલામા આવેલા ૩૮૧૯ ચોરસમીટરના કોમર્શિયલ પ્લોટ માટે પ્રતિ ચોરસમીટર ૧.૭૫ લાખ અપસેટ વેલ્યુ રખાઈ હતી.પ્રોફિટ ઈન્ફ્રા સ્પેસ દ્વારા મહત્તમ રુપિયા ૨.૮૬ લાખની ઓફર કરતા કોર્પોરેશનને રુપિયા ૧૦૯.૨૨ કરોડ આવક થઈ હતી.વસ્ત્રાલમા આવેલા ૫૯૦૦ ચોરસમીટરના કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ માટે પ્રતિ ચોરસમીટર રુપિયા ૮૬ હજાર અપસેટ વેલ્યુ રખાઈ હતી.નાસિત એસેટ હોલ્ડિંગ એન્ડ ડેવલપર દ્વારા મહત્તમ રુપિયા ૮૮ હજારની ઓફર કરાતા તંત્રને રુપિયા ૫૧.૯૨ કરોડ આવક થઈ હતી.