દેડિયાપાડા તા.26 ફેબ્રુઆરી 2021 શુક્રવાર
દેડીયાપાડા તાલકાના થપાવી ગામે એલ સી બી પોલીસે બાતમીના આધારે જુગાર રમતા ચાર શખ્સ પોલીસે ઝડપી પાડયા હતા.જ્યારે રૃપિયા 24,650 રોકડા પોલીસે જપ્ત કરી ચાર જુગારી વિરૃધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
દેડિયાપાડા તાલુકાના થપાવી ગામે એલસીબી નર્મદા પોલીસે બાતમીના આધારે દેડિયાપાડા તાલુકાનાથપાવી ગામે નિશાળ ફળિયામાં જુગાર અંગેની રેઇડ કરતાં ચાર જુગારીઓ (1)નટવરભાઈ સોમાભાઈ વસાવા રહે. સુકાં આંબા તા. દેડિયાપાડા જિ. નર્મદા,(2)આકાશ નરેશ વસાવા, (3)સુરેશ ઉબડિયા વસાવા બંને રહે. નિગટ તા. દેડિયાપાડા જિ. નર્મદા (4) દેવેન્દ્ર ઈશ્વર વસાવા રહે. થપાવી તા. દેડિયાપાડા જિ. નર્મદાને ઝડપી પાડયા હતા.પકડાયેલાં ચાર આરોપીઓ પાસેથી જુગારનું સાહિત્ય તથા દાવ ઉપરનાં તથા અંગ ઝડતીના રોકડા રૂ 24,650 તથા મોબાઈલ નંગ. 3 રૂ 6૦૦૦ ૧ બાઇક રૂ 15,૦૦૦ નો મુદ્દામાલ મળી કુલ રૂ 45,650 ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.
દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.


