Get The App

'ક્રાઈમમાંથી આવું છું', તેમ કહી 15 લાખની કારની ચોરી

Updated: Dec 31st, 2022

GS TEAM


Google News
Google News
'ક્રાઈમમાંથી આવું છું', તેમ કહી 15 લાખની કારની ચોરી 1 - image


- વસ્ત્રાપુર માનસી સર્કલ પાસેની ઘટના

અમદાવાદ,તા.31 ડિસેમ્બર 2022,શનિવાર

ઈકોનોમીક સ્કોડ ક્રાઈમમાંથી આવું છું, તેમ કહી ચાર શખ્સો ૧૫ લાખની કાર ચોરીને ફરાર થઈ ગયાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુરૂવારે નોંધાઈ છે. કારમાં પડેલી દોઢ લાખની રોક્ડ રકમ, આઈ ફોન અને ગોગલ્સની પણ ચોરી થયાનો આક્ષેપ કંપનીના માલિકે ફરિયાદમાં કર્યો છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

કારમાં પડેલા દોઢ લાખ રોક્ડા, આઈ ફોન અને ગોગલ્સ ચોરી થયાની ફરિયાદ 

નવા વાડજના અખબારનગર પાસે ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતાં અને ક્રિષ્ણા કોમ્યુનિકેશન કંપની ધરાવી વેપાર કરતા વિરેન્દ્ર નરેન્દ્ર સિંઘ (ઉં,૫૫)એ ભરત દેસાઈ સહિત ચાર જણા સામે ચોરીની ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદીએ જૂન,૨૦૨૧માં તેઓના ભાગીદાર પિયુષ પટેલ પાસેથી વેચાણ કરારથી રૂ.૨૨ લાખ રોક્ડામાં ઈનોવા ક્રિસ્ટા કાર ખરીદી હતી. આ કાર લઈને ફરિયાદી તેઓના વકીલને દોઢ લાખની ફી ચુકવવા માટે સેટેલાઈટ સેન્ટર વસ્ત્રાપુર ખાતે ગુરૂવારે સવારે ગયા હતા. ફરિયાદીએ પોતાની કાર સ્વામીનારાયણ મંદીરના પાછળના ગેટ પાસે પાર્ક કરી અને વકીલને ફોન કરતા હતા. તે સમયે કાર પાસે આંટા મારતા ચારમાંથી એક શખ્સે દરવાજા પર નોક કરતા ફરિયાદીએ કારનો કાચ ઉતાર્યો હતો. નોક કરનાર શખ્સે ઈકોનોમીક સ્કોડ ક્રાઈમમાંથી આવું છું, તમારી ગાડી ચેક કરવાની છે. તેમ કહેતાં ફરિયાદીએ શખ્સનું નામ પૂછ્યું હતું. આરોપીએ પોતાનું નામ ભરત દેસાઈ જણાવ્યું હતું. ફરિયાદીએ આઈ કાર્ડ માંગતા આરોપી સાઈડમાં લઈ ગયો હતો. વાતચીત દરમિયાન બે શખ્સ ફરિયાદીની કાર લઈને નીકળી ગયા તેમજ ભરત દેસાઈ અન્ય શખ્સ સાથે બાઈક પર બેસી રવાના થઈ ગયો હતો. બનાવ અંગે ફરિયાદીએ વસ્ત્રાપુર પોલીસે સ્ટેશન ૧૫ લાખની કાર, દોઢ લાખની રોક્ડ, ૫ હજારનો આઈ ફોન અને રૂ.૩૦ હજારની ગોગ્લસ મળીને કુલ રૂ. ૧૬.૮૫ લાખની મત્તાની ચોરી અંગે ફરિયાદ કરી છે. 

Tags :