Get The App

માંગરોળના આધેડના અંગદાનથી ચાર વ્યકિતને નવજીવન મળ્યું

Updated: Apr 24th, 2023

GS TEAM


Google News
Google News
માંગરોળના આધેડના અંગદાનથી ચાર વ્યકિતને નવજીવન મળ્યું 1 - image


- ચૌધરી સામાજના નવીનભાઇના લીવર, કિડનીનાના આંતરડાનું દાનઃ બાગ્લાદેશના યુવાનમાં નાના આંતરડાનું  ટ્રાન્સપ્લાન્ટ

   સુરત :

માંગરોળના ચૌધરી સમાજના બ્રેઈનડેડ આધેડના  લીવર, બે કિડની અને નાના આંતરડાના દાન કરીને જરૃરિયાતમંદ ૪ વ્યકિતઓને નવજીવન બક્ષીને સામાજમાં નવી દિશા બતાવી છે.

 માંગરોળમાં આંબાવાડીમાં રહેતા અને ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ૫૩ વર્ષીય નવીનભાઇ નાનુભાઇ ચૌધરીએ ગત તા.૨૦મી સવારે મોસાલી ચોકડી પાસે બસ સ્ટેન્ડ નજીક ચાલતા જતા હતા. ત્યારે તેમને બાઇકે ટક્કર મારતા ઇજા થતા  સારવાર માટે માંગરોળના સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સુરતની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જયાં તેમનું સીટી સ્કેન કરતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયુ હતુ. અહીં ન્યુરોસર્જન  સહિતના ડોકટરોની ટીમે  તા.૨૩મીના નવીનભાઇને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.

આં અંગે જાણ થતા  ડોનેટ લાઈફ ટીમે હોસ્પિટલ પહોચીને તેમના પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપતા કિડની, લીવર અને નાના આંતરડાનું દાન કરાવવાની સંમતિ આપી હતી. જયારે સુરતથી મુંબઇની હોસ્પિટલનું ૨૯૨ કિલોમીટર અંતર હવાઇ માર્ગે ૧૧૦ મિનીટમાં કાપીને દાનમાં મળેલુ નાના આંતરડુ બાંગ્લાદેશમાં રહેતા ૨૯ વર્ષીય યુવાનમાં, લીવરનું જામનગરના રહેતા ૬૪ વર્ષીય વૃધ્ધમાં તથા એક કિડની સુરતમાં રહેતા ૫૮ વર્ષીયમાં વ્યકિત અને બીજી કિડની સુરતમાં રહેતા ૨૮ વર્ષીય મહિલામાં સુરતની હોસ્પિટલની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

Tags :