Get The App

લાલપુર તાલુકાના જાખર ગામમાંથી જાહેરમાં ક્રિકેટ મેચનો સટો રમી રહેલા ચાર શખ્સો એલ.સી.બી. ની ટીમના હાથે ઝડપાયા

Updated: Oct 29th, 2023

GS TEAM

Google News
Google News
લાલપુર તાલુકાના જાખર ગામમાંથી જાહેરમાં ક્રિકેટ મેચનો સટો રમી રહેલા ચાર શખ્સો એલ.સી.બી. ની ટીમના હાથે ઝડપાયા 1 - image

                                                         Image Source: Freepik

જામનગર, તા. 29 ઓક્ટોબર 2023 રવિવાર

લાલપુર તાલુકાના ઝાખર ગામમાં ક્રિકેટના સટ્ટા અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં મોબાઈલ ફોન પર વર્લ્ડ કપની ક્રિકેટ મેચ પર સટો રમી રહેલા ચાર શખ્સોને પકડી પાડ્યા છે અને તેઓ પાસેથી રૂપિયા એકાદ લાખની માલમતા કબજે કરી છે.

લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતા દિવ્યરાજ સિંહ વાઘેલા ઉપરાંત શક્તિસિંહ વાઘેલા, પ્રવીણસિંહ જાડેજા તેમજ અજયસિંહ ગુલાબસિંહ જાડેજા કે તેઓ પોતાના મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી પર ભારતમાં રમાઈ રહેલા ક્રિકેટ મેચ નો સટ્ટો રમીરહ્યા છે, તેવી ચોક્કસ બાતમી જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી હતી, જેથી ગઈકાલે સાંજે ઉપરોક્ત ચારેય  શખ્સ ને ઝડપી લીધા હતા, અને તેઓ પાસેથી ચાર નંગ મોબાઈલ ફોન, રોકડ રકમ, બે મોટરસાયકલ સહિત ૯૪,૯૩૦ માલમતા કબજે કરી છે.