જામજોધપુર તાલુકાના સમાણા ગામના ડેમના કાઠે બાવળની કાટાળી તાર નજીક જાહેરમાં જુગાર રમતાં ચાર પત્તાપ્રેમી ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુર તાલુકાના સમાણા ગામના ડેમના કાંઠા પાસે બાવળની ઝાળીમાં જુગાર રમી રહેલા ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
જામજોધપુર તાલુકા ના શેઠવડાળા પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર વી.એસ. પટેલ ના માર્ગદર્શન મુજબ શેઠવડાળા પોલીસ સ્ટાફના માણસો પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે જામજોધપુર તાલુકાના સમાણા ગામ ઢોરાવારી ડેમ ના કાઠે બાવળ ની કાટ માં જાહેર માં અમુક શખ્સો ગંજીપતાના પાના વડે તીનપતિનો જુગાર રમી પૈસાની હારજીત કરે છે.
જેથી પોલીસ સ્ટાફ એ દરોડો પાડ્યો હતો અને ચનાભાઇ પબાભાઇ પરમાર ( રહે.સમાણા ગામ તા.જામજોધપુર જી.જામનગર , જયેશભાઈ બુધાભાઈ વાઘેલા ( રહે સમાણા ગામ તા જામજોધપુર ), સુરેશભાઇ છગનભાઇ ગોસાઈ ( રહે. મોદી સ્કુલ પાસે રણજીત સાગર રોડ જામનગર ) અને વિનોદભાઈ નાનજીભાઈ વાઘેલા ( રહે. સમાણા ગામ તા.જામજોધપુર જી.Lજામનગર) ને રૂમ 10170ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.









