ધ્રોલમાં ખાટકીવાસમાંથી ગંજીપાનાનો જુગાર રમી રહેલા ચાર પત્તાંપ્રેમી પકડાયા

જામનગર જિલ્લાના ધ્રોળમાં ખાટકી વાસ વિસ્તારમાં કેટલાક શખ્સો એકત્ર થઈને ગંજી પાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે ધ્રોળ પોલીસે ખાટકીવાસ વિસ્તારમાં ગઈ કાલે સાંજે દરોડો પાડ્યો હતો, જે દરોડા દરમિયાન ચાર શખ્સો જુગાર રમતાં નજરે પડ્યા હતા. પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા જાહિદ અબ્બાસભાઈ સુમારીયા, અબ્બાસ ઈસ્માઈલભાઈ મકરાણી, સલીમસા ઉમરશા શાહમદાર અને આમીર શાહિદભાઈ સુમારીયાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 2,800ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.