Get The App

ચોટીલા સર્કિટ હાઉસમાં ગેરકાયદે રોકાયેલા 4 વ્યકિત પકડાયા

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
ચોટીલા સર્કિટ હાઉસમાં ગેરકાયદે રોકાયેલા 4 વ્યકિત પકડાયા 1 - image

ડે, કલેક્ટરે આકસ્મિક ચેકિંગ કરતા દોડધામ

ચોટીલા તાલુકાના ૩, રાજકોટના એક શખ્સ અને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી 

સુરેન્દ્રનગર - ચોટીલા શહેરમાં આવેલા સર્કિટ હાઉસમાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ચાર વ્યકિતઓ ગેરકાયદે રહેતા હોવાથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આજે શહેરના સર્કિટ હાઉસમાં ડેપ્યુટી કલેક્ટર એચ ટી મકવાણાએ અચાનક ચેકિંગ કરતા દોડધામ મચી ગઇ હતી. જેમાં ઝડપાયેલા હરેશભાઇ માવજીભાઇ ઘાડવી (રહે. ગારીડા તા.રાજકોટ), હરેશભાઇ પોલાભાઇ વાઘેલા(રહે. ગુંદા તા.ચોટીલા), અરવિંદભાઇ પાંચાભાઇ ચાવડા (રહે. રાજ૫રા તા.ચોટીલા) અને ગોરઘનભાઇ જાદવભાઇ ચાવડા (રહે. ગુંદા તા.ચોટીલા)ને મામલતદારને સુપ્રત કરી આગળની જામીનગીરી અંગેની કાર્યવાહી હાથ ધરવા સુચનાઓ આપી હતી.આ ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહીની સુચના આપવામાં આવી છે.