ભોજવા બ્રિજ નીચે કારમાં દારૃની મહેફિલ માણતા ચાર શખ્સ ઝડપાયા
વિરમગામ-માંડલ
રોડ પર
અમદાવદના
મણિનગરમાં રહેતા ત્રણ શખ્સ અને ભોજવા ગામના એક શખ્સ સામે ગુનો
વિરમગામ -
વિરમગામ ભોજવા ઓવરબ્રિજ નીચે ટાઉન પોલીસના સ્ટાફે દરોડો
પાડીને દારૃની પાર્ટી કરી રહેલા ચાર યુવાનોને દારૃના નશાની હાલતમાં ઝડપી લીધા હતા.
પોલીસેે સ્થળ ઉપરથી ચાર મોબાઈલ એક ગાડી સહિત રૃ.૫,૧૫,૦૦૦નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.
વિરમગામ
ટાઉન પોલીસના સ્ટાફે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે માંડલ રોડ પર આવેલા
ભોજવા બ્રિજ નીચે રોડની સાઈડમાં ખુલ્લી જગ્યામાં દરોડો પાડયો હતો. જેમાં એક
ગાડીમાં દારૃની મહેફિલ માણતા રાકેશ ભાદ્રેશા,
મેઘજીભાઈ ભાદ્રેશા, અશ્વિન, ભદ્રેશા (તમામ રહે. મણીનગર, અમદાવાદ) અને રાકેશ
શ્રીમાળી (રહે.ભોજવા ગામ, તા. વિરમગામ) ઝડપી પાડયા હતા.
પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૃની અડધી ભરેલી બોટલ, ચાર
મોબાઈલ કિં.રૃ.૧૫,૦૦૦, એક ગાડી
(કિં.રૃ.પાંચ લાખ) મળી કુલ રૃ.૫.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કરી ચારેય આરોપીઓની અટકાયત કરી હતી.