બાઈકમાં બેસાડી ચાચાપર, ગજડી ખાનપર બાજુ લઈ જઈ ધાકધકી આપી
ધોળે દિવસે યુવાનનું અપહરણ કરી કાયદાના લીરેલીરા ઉડાવ્યા, પોલીસ કામગીરી સામે સવાલ
આ યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સટ્ટામાં તે અવારનવાર જીતતો અને હારતો હતો એ પછી આ ગેમમાં ફસાઈ ગયો હતો.આ યુવાન શિવમ જારીયા પાસેથી રૂ ૧.૧૦ લાખ જેટલી રકમ જીતતો હતો પરંતુ તેને કહ્યું તારે રૂપિયા જોતા હોય તો રૂ ૫૦ હજાર ઉપરના સોદા નાખવા પડશે જેથી મજબૂરીમાં શિવમ જારીયા સાથે ક્રિકેટ મેચના સોદા નાખતો હતો અને તા. ૨૭-૦૪-૨૫ ના રોજ સોમવારે હિસાબ કરતા શિવમ જારીયાએ તું રૂ. ૪૦ હજાર હારી ગયો છો જેથી હાલ રૂપિયા નથી કહેતા શિવમ જારીયાએ તેના મિત્ર રાહુલ ડાંગર સાથે મોબાઈલ પર ફોન કરીને વાત કરી રાહુલ ડાંગરને આપતા રાહુલ ડાંગરે ગાળો આપી તારે રૂ ૪૦ હજાર આપવા પડશે નહીતર શો રૂમે આવી તને ઉપાડી જઈશ કહીને ધમકી આપી હતી જેથી શિવમ જારીયામા વારંવાર નાણા નાખતો હતો અને મેચ ચાલુ હોવાથી ફરી સોદા નાખતો હતો
આઈપીએલ મેચ બંધ થતા ઇન્ટરનેશનલ ક્રિકેટ ચાલુ હોવાથી તેમાં સોદા નાખતો હતો અને શિવમ જારીયાએ તું ફરીવાર અમારી સાથે રૂ ૩ લાખ હારી ગયો છો કહેતા ફરિયાદી યુવાને રૂપિયા નથી તેમ કહેતા તા. ૧૧-૦૫-૨૫ ના રોજ શિવમ જારીયાના મોબાઈલ અને મહેશ ડાંગર મોબાઈલમાંથી ધમકી આપતા હતા કે તારે રૂપિયા આપવા પડશે નહીતર ઘરે આવીને ઉપાડી લેશું કહીને ધમકી આપતા હતા જેથી નંબર બ્લોકમાં નાખી દીધા હતા અને આજે તા. ૧૫ ના રોજ ફરિયાદી વંશ અને તેનો મિત્ર મનોજ મુછ્ડીયા બંને બપોરે એકાદ વાગ્યે એકટીવા અને મનોજભાઈ તેના મોટરસાયકલમાં મોરબી કંડલા બાયપાસ કામધેનું પાસે પહોંચ્યા ત્યારે મહેશ ડાંગર, શિવમ જારીયા, દિવ્યેશ ડાંગર અને એક અજાણ્યો ઇસમ બે મોટરસાયકલ લઈને આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મહેશ ડાંગરે ફરિયાદીનો ફોન લઇ લીધો હતો અને એકટીવામાં મહેશ બેસી ગયો અને યુવાનનું એકટીવા ચલાવવા લાગ્યો હતો જેને વાવડી, ચાચાપર, ખાનપર અને ગજડી ગામ બાજુ લઇ ગયા હતા અને એકટીવામાં બેસાડી રૂપિયા આપવા દબાણ કરતો હતો અને મોબાઈલમાંથી કાકા સાગર રમેશભાઈ મેરજાને ફોન કરી કહ્યું કે મહેશ ઉર્ફે રાહુલ અપહરણ કરી લઇ ગયો છેે જેથી આરોપી જેલ રોડ પર આવી ઉતરી ગયો અને એકટીવા આપી દીધું હતું
આમ આરોપી શિવમ જારીયાએ ક્રિકેટ સટ્ટોની લાઈન ગુરુ એપ્લીકેશનથી ક્રિકેટના સોદા મોબાઈલમાં નખાવી હારજીત માટે મહેશ ઉર્ફે રાહુલ સાથે વાતચીત કરી પ્રથમ ૪૦ હજાર ચૂકવી આપ્યા બાદમાં રૂ ૩ લાખ હારી જતા આરોપીઓએ ગાળો આપી ઉઘરાણી કરી મહેશ ઉર્ફે રાહુલ ડાંગર, શિવમ જારીયા અને દિવ્યેશ ડાંગર તેમજ અજાણ્યો ઇસમ એકટીવામાં બેસાડી અપહરણ કરી લઇ જઈને ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.


