વડોદરામાં યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી આતંક મચાવનાર ચાર માથાભારે શખ્સો ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરાના સવાદ ક્વાટર્સમાં જૂના ઝઘડાની અદાવતે યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી ફરાર થઈ ગયેલા ચાર હુમલાખોરોને રાત્રે ઝડપી પાડવામાં આવ્યાં હતાં.
ખોડિયાર નગર ચાર રસ્તા પાસે શીવમ પાર્ક સોસાયટીમાં રહેતા સિદ્ધાર્થ હરેરામભાઇ સિંગનો ભાઇ ગૌરવ સમા ખાતે આવેલી મીટ્સ મસાલા કોમ્પલેક્સમાં સિક્યુરિટી તરીકે નોકરી કરે છે. ગઇ રાત્રે ગૌરવને કેટલાક લોકોએ ચપ્પુના ઘા મારતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
ગૌરવ અને વિજય મિત્ર શૈલેન્દ્ર વાઘમારે તથા અર્જુનને મળવા માટે સવાદ ક્વાટર્સ ગયા હતા. ત્યારે જૂના ઝઘડાની અદાવત રાખી સંકેત રાજ ઉર્ફે કાંચો, સુમિત મકવાણા, નિતિશ શર્મા ઉર્ફે બાબા તથા વિશાલ ઉર્ફે ખારીએ ઝઘડો કરી પથ્થર, પટ્ટાથી માર માર્યો હતો. વિશાલ ખારીએ મોપેડમાંથી ચપ્પુ કાઢી સંકેતને આપતા સંકેતે ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.
આ ગુનાની ફરિયાદ બાદ વારસિયા પોલીસે સંકેત ઉર્ફે કાંચો અશોકભાઇ રાજ (રહે. આમ્રપાલી સોસાયટી વૈકુંઠ-2ની અંદર આજવા રોડ બાપોદ), સુમિત ઉર્ફે સ્ટફ નરેશભાઇ મકવાણા (રહે. પાલ્મ વ્યુ ફ્લેટ, સયાજીપુરા, બાપોદ વિસ્તાર), નિતિશ ઉર્ફે બાબા દિનેશ સિંગ (રહે. લક્ષ્મીનગર સોસાયટી, રઘુકુળ સ્કુલની પાછળ, આજવા રોડ, બાપોદ) અને વિશાલ હરીશભાઇ શ્રીમાળી (રહે. પોલીસ કોલોની વારસીયા રીંગ રોડ) ની ધરપકડ કરી હતી.








