Gujarat

હાઈવે પર લૂંટ કેસમાં સગીર સહિત ચાર ઝડપાયા, મુદ્દામાલ રિકવર

By GS TEAM
7 Nov 20251 min read
હાઈવે પર લૂંટ કેસમાં સગીર સહિત ચાર ઝડપાયા, મુદ્દામાલ રિકવર

ભાઈબીજની રાત્રે નેશનલ હાઇવે નં. ૪૮ ઉપર યુવકને આંતરી રૂ. ૨૫ હજાર રોકડ મતાના લૂંટ કેસમાં કપૂરાઈ પોલીસે સગીર સહિત ચારની અટકાયત કરી મુદ્દામાલ રિકવર કર્યો છે.

ફરસાણની દુકાનમાં કામ કરતો યુવક દિવાળી બોનસ સહિતની રકમ રૂ. ૨૫ હજાર વતન રાજસ્થાન પહોંચાડવા હાઈવે પર એપીએમસી માર્કેટની સામે બસની રાહ જોઈ ઉભો રહ્યો હતો. તે વખતે આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યો હતો. ગુનાની તપાસ ચલાવી રહેલ કપુરાઈ પોલીસે બાતમીના આધારે આ ગુનામાં ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમાં તુષાર ઉર્ફે મીનુ ચુનારા, હર્ષ ઉર્ફે બંબુ ચુનારા (બંને રહે-બરાનપુરા, વાડી) અને આશિષ ઉર્ફે ઋત્વિક ચુનારા (રહે- વિઠ્ઠલવાડી, ચોખંડી)નો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ તથા ગુનામાં ઉપયોગ કરેલ બે વાહનો અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧.૫૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. તપાસમાં ત્રણે મોબાઇલ ફોન ચોરીના હોવાનું બહાર આવ્યું છે.