Image Source: Freepik
- દારૂનો નશો કરીને કાર લઇ ફરવા નીકળેલા ચાર નસે બાજુ મિત્રોને રેલવે સ્ટેશન પાસેથી સયાજીગંજ પોલીસે ઝડપી પાડી હોન્ડા સિટી કાર કબજે લીધી છે
વડોદરા, તા. 18 જૂન 2023, રવિવાર
સયાજીગંજ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ગઈકાલે રાત્રે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 ની બહારના ભાગે રોડ પર એક ફોરવીલર કાર વાંકી ચૂકી ચાલતી હોવાથી પોલીસે કારને રોકી તપાસ કરતા કારમાં બેઠેલા ડ્રાઇવર સહિત ચાર યુવકો નશાની હાલતમાં જણાઈ આવ્યા હતા. જેમાં પાર્થ રમેશભાઈ અમીન રહેવાસી સરદ નગર સોસાયટી તરસાલી તથા પાર્થ દુષ્યંતભાઈ બારોટ રહેવાસી ઝવેર નગર અલવાનાકા માંજલપુર તથા અમિત મગનભાઈ આસોદરિયા રહેવાસી શિવાલેખ બંગ્લોઝ વાઘોડિયા તથા પ્રશાંત પ્રકાશભાઈ કદમ રહેવાથી સ્વામી વિવેકાનંદ હાઇટ્સ ગોરવા નો સમાવેશ થાય છે પોલીસે તમામ સામે અલગ અલગ ગુનો દાખલ કરી હોન્ડા સિટી કાર કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.


