Get The App

વડોદરાના ડભોઇ રોડ પર દારૂની મહેફીલ માણતા ચાર મિત્રો ઝડપાયા

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાના ડભોઇ રોડ પર દારૂની મહેફીલ માણતા ચાર મિત્રો ઝડપાયા 1 - image


Vadodara : વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે ડભોઇ રોડ ગણેશ નગર શાકમાર્કેટ પાછળ જય અંબે ફેબ્રિકેશન નજીક કેટલાક લોકો દારૂ પીવા બેઠા છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા ચાર લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસે તેઓની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા નશાબાજોમાં (1) હિરેન અરવિંદભાઈ પઢીયાર (રહે-વિષ્ણુ બેકરીની ગલી, ગણેશ નગર, ડભોઇ રોડ) (2)અર્જુન રતનભાઇ રાઠવા (રહે-વૈષ્ણવ વાટીકા, ડભોઇ રોડ) (3) સાગર સોનુભાઈ પાટીલ (રહે-ગણેશ નગર) તથા (4) આદિત્ય ઈન્દ્રદેવ તિવારી (રહે-દર્શન ગ્રીન બંગ્લોઝ, ડભોઇ રોડ) નો સમાવેશ થાય છે.

Tags :