Gujarat

ગોત્રી વુડા ચારરસ્તા પાસે હેરસલૂનમાં દારૃની પાર્ટી માણતા ચાર મિત્રો પકડાયા

By GS TEAM
12 Feb 20261 min read
ગોત્રી વુડા ચારરસ્તા પાસે હેરસલૂનમાં દારૃની પાર્ટી માણતા ચાર મિત્રો પકડાયા

વડોદારાઃ ગોત્રી રોડ વુડા ચાર રસ્તા ખાતે મુરલીધર કોમ્પ્લેક્સમાં આવેલા ગાયત્રી હેર સલૂનમાં પોલીસે દારૃની મહેફિલ માણતા ચાર મિત્રોને ઝડપી પાડી દારૃની બોટલ, બીયરના ચાર ટીન અને ચાર મોબાઇલ કબજે કર્યા હતા.પકડાયેલા ચારેય જણા હેરસલૂનના ધંધા સાથે સંકળાયેલા છે.જેમના નામો આ મુજબ છે.

(૧) જિગ્નેશ ભગવાનદાસ વાળંદ (આશીર્વાદ નગર,ગોરવા બાપુની દરગાહ પાસે)(૨)હર્ષદ બાબુભાઇ લિમ્બાચિયા (નાલંદા પાર્ક,જૂના હાઉસિંગ બોર્ડ,ગોરવા) (૩) ચિરાગ ગોવિંદભાઇ લિમ્બાચિયા(વ્રજ વિહાર સોસાયટી,લક્ષ્મીપુરા રોડ) અને (૪) અનિરૃધ્ધ ગૌતમભાઇ વાળંદ( અંકોડિયા ગામ, તા.વડોદરા).