Get The App

આજથી ભાવનગર-સાબરમતી ટ્રેનમાં ચાર એકસ્ટ્રા કોચ જોડાશે

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
આજથી ભાવનગર-સાબરમતી ટ્રેનમાં ચાર એકસ્ટ્રા કોચ જોડાશે 1 - image


- મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં લઈ રેલવે નિર્ણય કર્યો

- ૩ ઓક્ટોબર સુધી ઈન્ટરસિટી ટ્રેનમાં વધારાના કોચ ઉપલબ્ધ રહેશે

ભાવનગર : ભાવનગર-સાબરમતી સુપરફાસ્ટ ઈન્ટરસિટી ટ્રેનમાં આવતીકાલથી એક માસ સુધી ચાર એકસ્ટ્રા જનરલ કોચ જોડવાનો નિર્ણય કરાયો છે.

મુસાફરોની વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળની ભાવનગર-સાબરમતી દૈનિક સુપરફાસ્ટ ઈન્ટરસિટી ટ્રેનમાં તાત્કાલિક રૂપે વધારાના કોચની સુવિધા આપવામાં આવી રહી છે. આવતીકાલ તા.૪-૯ને ગુરર્વારથી ભાવનગર-સાબરમતી-ભાવનગર ટ્રેનમાં ચાર વધારાના જનરલ કોચ આગામી તા.૩-૧૦ સુધી ઉપલબ્ધ રહેશે તેમ ભાવનગર રેલવેના સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનિય છે કે, એકસ્ટ્રા કોચ લાગવાથી મુસાફરોને વધારાની બેઠકો અને સુવિધા મળશે અને ગીર્દીમાં પણ રાહત મળશે.

Tags :