Get The App

મહેસાણાના કડીમાં ઊંટવા ચોકડી નજીક આઇસર અને રિક્ષા વચ્ચે અકસ્માત, 4 લોકોના કરૂણ મોત, 2 ઈજાગ્રસ્ત

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
મહેસાણાના કડીમાં ઊંટવા ચોકડી નજીક આઇસર અને રિક્ષા વચ્ચે અકસ્માત, 4 લોકોના કરૂણ મોત, 2 ઈજાગ્રસ્ત 1 - image


Mehsana Accident: મહેસાણાના કડી તાલુકામાં ઊંટવા ચોકડી નજીક રિક્ષા અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં રિક્ષામાં સવાર 4 લોકોના મોત થયા છે. મૃતકોમાં પાટણના રહેવાસી હતા. આ સિવાય રિક્ષામાં સવાર અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતમાં 3 પુરુષ અને 1 મહિલાએ જીવ ગુમાવ્યો છે. દુર્ઘટનાની જાણ થતા કડી પોલીસે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી અને આગળની તપાસ હાથ ધરી હતી.

આ અકસ્માતમાં બલોચ ઈમામખાન સાહેબખાન, કમુબેન છનાભાઈ રાવળ, છનાભાઈ માયાભાઈ રાવળના મોત થયા છે. આ સિવાય અન્ય એક પુરુષની ઓળખ હજુ થઈ નથી.

Tags :