વરસાદના પાણી ભરાતાં મગરો બહાર નીકળવા માંડયા,ચાર મગરનું રેસ્ક્યૂ
વડોદરાઃ વરસાદના પાણી ભરાવાને કારણે મગરો બહાર નીકળવા માંડયા છે.જેને કારણે જીવદયા કાર્યકરોએ બે દિવસમાં ચાર મગરોનું રેસ્ક્યૂ કર્યું છે.
શહેરના વડસર નજીકથી વિશ્વામિત્રી પસાર થાય છે અને નજીકમાં નાળા તેમજ કોતરોમાં પાણી ભરાયા છે.જેને કારણે મગરો સ્થળાંતર કરવા નીકળી રહ્યા છે.જયેશ પટેલ અને તેમની ટીમે બે દિવસ પહેલાં બારોટ ફળિયામાંથી ૫ ફૂટના મગરને અને ત્યાર પછી સમૃધ્ધિ બંગ્લોઝ અને કલાલીની કન્સ્ટ્રક્શન સાઇટના ટાંકામાંથી મગરના બે બચ્ચાંને પકડીને ફોરેસ્ટ વિભાગને સોંપ્યા હતા.
આવી જ રીતે ડભોઇના અમરેશ્વર ગામે એક મહાકાય મગર આવી જતાં તેનું પણ રેસ્સ્યૂ કરીને ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.