Gujarat

મુંબઇના સપ્લાયર સાથે વડોદરાના ચાર કેમિકલ વેપારીની 2.48 કરોડની ઠગાઇ

By GS TEAM
13 Jun 20261 min read
મુંબઇના સપ્લાયર સાથે વડોદરાના ચાર કેમિકલ વેપારીની 2.48 કરોડની ઠગાઇ

વડોદરાઃ મુંબઇના કેમિકલના એક વેપારી સાથે વડોદરાના ચાર વેપારીઓએ માલ મંગાવી રૃ.૨.૪૮ કરોડ નહિ ચૂકવતાં ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મુંબઇના મલાડ(ઇસ્ટ) ખાતે ગાર્ડનિયા બિલ્ડિંગ ખાતે રહેતા રિષભ પાદારે પોલીસને કહ્યું છે કે,વડોદરાના વેપારી દિપેશ ઠક્કર મુંબઇથી કેમિકલ ખરીદતા હોવાની જાણ થતાં જુલાઇ-૨૦૨૨માં મેં તેમનો છાણીના અક્ષરધામ શોપિંગ સેન્ટરમાં આવેલી તેમની ઇન્ટિગ્રિટી ફાર્માસ્યુટિકલ નામની ઓફિસમાં સંપર્ક કરી કેમિકલના ધંધાની વાત કરી હતી.

આ વખતે દિપેશ સુરેશભાઇ ઠક્કરે (ગોપાલ સોસાયટી,બાજવા)તેમની ઓફિસ માં જિગ્નેશ કાંતિભાઇ પરમાર(આનંદવન કોમ્પ્લેક્સ,સુભાનપુરા)નામના કેમિકલના વેપારી મિત્રનો પણ પરિચય કરાવ્યો હતો.ત્યારબાદ મેં તેમને જુદાજુદા કેમિકલ સપ્લાય કર્યા હતા અને તેમણે શરત મુજબ ટોકન પેમેન્ટ તેમજ પોસ્ટ ડેટેડ ચેકો આપ્યા હતા.

થોડા સમય પછી જિગ્નેશ પરમારે તેના કાકા હસમુખ પરમારનો તેમજ દિપેશ ઠક્કરે પિયુષ સોલંકીનો સંપર્ક કરાવ્યો હતો અને દિપેશે પેમેન્ટની જવાબદારી લેતાં તેમને પણ આ જ શરતો સાથે માલ મોકલ્યો હતો.તેમણે પણ રૃ.૫ લાખ અને ૭ લાખનું પેમેન્ટ તેમજ  એડવાન્સ ચેકો આપ્યા હતા.પરંતુ આ તમામ ચેકો રિટર્ન થયા હતા.જેથી રૃ.૨.૭૮ કરોડની ઊઘરાણી કરતાં દિપેશે રૃ.૩૦લાખ ચૂકવ્યા હતા.પરંતુ બાકીની રકમ હજી ચૂકવી નથી. જેથી કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યા છે.