For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બોટાદ જિલ્લામાં ચાર ચેકીંગ પોઇન્ટ ઉભા કરી ૨૪ કલાક વાહનોની તપાસ શરૃ

Updated: Nov 24th, 2022

Article Content Image

ચૂંટણી આચારસંહિતાના પાલન માટે

રોકડહથિયારોલીકર વગેરે પ્રતિબંધિત વસ્તુઓ પર બાજ નજર સાથે નોંધણી પ્રક્રિયા શરૃ

ભાવનગર :  બોટાદ જિલ્લામાં ચૂંટણી અનુસંધાને આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ ક્લોક એસ.એસ.ટી., એફ.એસ.ટી. સહિતની વિવિધ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરાય રહ્યું છેે જેમાં ચાર ચેકીંગ નાકા ઉપર ૮-૮ કલાકની ત્રણ શીફ્ટમાં ટીમો કામ કરી રહી છે અને સઘન તપાસ હાથ ધરાઇ રહી છે.

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત બોટાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના સુચારૃ અમલીકરણ માટે રાઉન્ડ ધ કલોક ૧૬ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. મિલેટ્રી રોડ, ખસ રોડ ચાર રસ્તા, સેંથળી સમઢીયાળા નં-૧ના ખૂણે, કેરીયા ઢાળ ચેકપોસ્ટ, સાયલા ચોકડી તેમજ પાળીયાદ ખાતે ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક ૮ કલાકની ત્રણ શિફ્ટમાં ટીમો તૈનાત કરીને વાહનોની તપાસ, રોકડની હેરફેર, હથિયારો, લીકર વગેરે જેવી પ્રતિબંધિત વસ્તુઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. સાથોસાથ વાહન નંબર તેમજ કોન્ટેક્ટ નંબરની નોંધણી કરવાની કામગીરી નિરંતર થઈ રહી છે. નિષ્પક્ષ ચૂંટણી પ્રકિયા માટે આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે બોટાદનાં બંને વિધાનસભા મત વિસ્તારમાં ૨૪ કલાક વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ માટે જીજી્-સ્ટેટીક સર્વેલન્સની ૪ ટીમ, ખજી્-ફલાઇંગ સ્કવોડની ૪ ટીમ, ફજી્- વિડિયો સર્વેલન્સની ૪ ટીમ, ફફ્- વિડિઓ વ્યૂઇંગની ૧ ટીમ તેમજ આદર્શ આચારસંહિતાનાં અમલીકરણ માટે ૨ ટીમ દ્વારા સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત એક્ષપેન્ડીચર મોનિટરીંગ સેલ દ્વારા ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે.

Gujarat