40,000 વસુલવા રેસ્ટોરન્ટમાં બેફામ તોડફોડ કરનાર ચાર હુમલાખોર પકડાયા, ઉઠબેસ કરાવી
Vadodara : વડોદરાના જેતલપુર રોડ વિસ્તારની હોટલમાં તોડફોડ કરનાર ચાર હુમલા કોરોને પોલીસે ઝડપી પાડી કાન પકડાવીને ઊઠબેસ કરાવી હતી.
સન ફાર્મા રોડ પર નીલમબર ઓરીઅન્સ ખાતે રહેતા અને જેતલપુર રોડ પર રેસ્ટોરન્ટ ચલાવતા વિશાલ છાબરીએ પોલીસને કહ્યું છે કે રેસ્ટોરન્ટમાં ફર્નિચર અને કલરકામ માટે દોઢ લાખનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પરંતુ અધૂરું કામ રહેતા 1.10 લાખ ચૂકવ્યા હતા.
બાકીના 40 હજારની માંગણી કરી સુરેશ સુદામ સેગર તા.23મી એ તેના ત્રણ સાગરીતો સાથે રેસ્ટોરન્ટમાં આવ્યો હતો અને ઝઘડો કરી જે આવે તે ચીજો તોડફોડ કરી રૂ.અઢી લાખનું નુકસાન કર્યું હતું.
ઉપરોક્ત બનાવવા અંગે અકોટા પોલીસે હુમલાખોર સુરેશ સેગર તેમજ તેની સાથે આવેલા અવિનાશ સુભાષ ભાઈ સેગર, મયુર પન્ઢરી સેગર અને વિકાસ છાયાનાથ શિન્દે (તમામ રહે-ભૈરવનાથ નગર મુજમહુડા) ની ધરપકડ કરી છે.