વડોદરાના કરજણમાં એમડી ડ્રગ્સ સાથે ચારની ધરપકડ : રાજસ્થાનનો સપ્લાયર ફરાર
Vadodara Drugs Crime : પાલેજ ગામનો મુબારક ફારૂક લાંગીયા તથા તેની સાથે સીરાજ નામનો માણસ એમ.ડી. ડ્રગ્સ લઇને કરજણ ખાતે શ્રીરંગ રેસીડન્સી, રાજપુત સમાજની વાડી પાસે રહેતા મયુરસિંહ ભુપેન્દ્રસિંહ ગોહિલના રહેણાંક મકાન પર ડ્રગ્સ વેચવા આવેલ છે. તેવી માહિતીના આધારે જિલ્લા એસઓજીએ રેઇડ કરતા એમ.ડી. ડ્રગ્સનો જથ્થો શફિમહંમદ ઉર્ફે કાળુ ઇબ્રાહિમ દિવાન (રહે. સંતોષનગર, જલારામનગર, નવા બજાર, કરજણ, તા.કરજણ, જી.વડોદરા)નાને વેચાણ આપેલ હોવાની હકિકત આધારે એસ.ઓ.જી. ટીમે રેઇડ કરી તપાસ કરતા તેઓ પાસેથી એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે એનડીપીએસ મુજબ ગુનો દાખલ કરી
મયુરસિંહ ભુપેન્દ્રસિંહ ગોહિલ, (રહે. શ્રી રંગ રેસીડન્સી, રાજપુત સમાજની વાડી પાસે, તા.કરજણ), સીરાજ યુસુફઅલી સનવી (વોરા પટેલ) (મુળ રહે. કલમગામ, સરકારી શાળા પાછળ તા.વાગરા, જિ.ભરૂચ હાલ રહે. બી-19, ખુરશીદ પાર્ક, શેરપુરા, તા.જિ.ભરૂચ), મુબારક ફારૂકભાઇ લાંગીયા(વોરા પટેલ) (મુળ રહે. ટંકારીયા, લહેરી ફળીયુ, તા.જિ.ભરૂચ હાલ રહે. ધનજીશા જીન, બેંક ઓફ બરોડા પાસે, પાલેજ, તા.જિ.ભરૂચ) અને શફિમહંમદ ઉર્ફે કાળુ ઇબ્રાહિમ દિવાન (રહે. સંતોષનગર, જલારામનગર, નવા બજાર, કરજણ, તા.કરજણ, જી.વડોદરા)ની ધરપકડ કરી હતી. જ્યારે કુબ્બુદિન (રહે.રાજસ્થાન)ની શોધખોળ હાથ ધરી છે. પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ વજન-20.67 ગ્રામ કિ.રૂ.2,06,700, બે ટુ વ્હિલર, ચાર મોબાઇલ, રોકડ અને વજનકાંટો સહિત કુલ 3.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મયુરસિંહ ભુપેન્દ્રસિંહ ગોહિલ સામે પાલેજ અને સીરાજ યુસુફઅલી સનવી (વોરા પટેલ) સામે એટીએસમાં ગુનો નોંધાયો છે.