Gujarat

છોકરીનું નામ કેમ લીધું તેમ કહી ચાલુ બાઇકે લાત મારી હુમલો કરવાના બનાવમાં ચાર પકડાયા,ઉઠબેસ કરાવી

By GS TEAM
29 Sep 20251 min read
છોકરીનું નામ કેમ લીધું તેમ કહી ચાલુ બાઇકે લાત મારી હુમલો કરવાના બનાવમાં ચાર  પકડાયા,ઉઠબેસ કરાવી

વડોદરાઃ અંકોડિયા રોડ પર એક બાઇક ચાલકને લાત મારીને ફંગોળવાના પ્રયાસ  બાદ હુમલો કરવાના  બનેલા બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસે એક સગીર સહિત ચારને પકડયા છે.

ફિલ્મી ઢબે થયેલા હુમલાના બનાવમાં  બાઇક ચાલક કૃણાલના પિતા સુભાસ ગીરાસેએ નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, ગઇ તા.૨૬મીએ સાંજે કૃણાલ બાઇક પર આવી રહ્યો હતો ત્યારે બે બાઇક પર આવેલા ચાર જણાએ છોકરીનું નામ કેમ લીધું તેમ કહી ચાલુ બાઇકે લાત મારતાં તે પડતાં રહી ગયો હતો.

ત્યારબાદ તેમણે મારા પુત્રને માર માર્યો હતો.જેનો વિડીયો મારા ભાણેજે મને મોકલ્યો હતો.પોલીસે આ અંગે ગુનો નોંધી મોક્ષ ધર્મેન્દ્રકુમાર ચંદેલ(શિવાભી લક્ઝરિયા, માણેજા ક્રોસ રોડ),પૃથ્વીરોજસિંગ સિસોદીયા (આમ્રા રેસિડેન્સી,હવેલી એપાર્ટમેન્ટ પાસે,મકરપુરા મૂળ ગ્વાલિયર) અને કાર્તિકગિરી ધીરજગિરી(રામબાગ સોસાયટી, મકરપુરા ડેપો પાસે)ની ધરપકડ કરી છે.