કુંભારવાડા વિસ્તારમાં જુગાર રમતા ચાર ઝડપાયા
પ્રતાપનગર રોડ પર ચાલતા જુગારધામ પર દરોડો : બે ઝડપાયા
વડોદરા,કુંભારવાડા ખારી તલાવડી અને પ્રતાપ નગર વિસ્તારમાં જુગાર રમતા છ આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
કુંભારવાડા પોલીસને માહિતી મળી હતી કે, કુંભારવાડા ખારી તલાવડી આંગણવાડી પાસે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરીને જુગાર રમતા (૧) નગીન કાંતિભાઇ વસાવા (૨) નટુભાઇ મગનભાઇ ઠાકરો (૩) મહેશ લક્ષ્મીરાવ ગાંડેરાવ ( તમામ રહે. ખારી તલાવડી, કુંભારવાડા) તથા (૪) બોબીસિંગ દર્શનસિંગ સરદાર (રહે. વીમા દવાખાના પાસે, વારસિયા)ને ઝડપી પાડયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી કુલ ૧૫,૮૬૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય એક કિસ્સામાં પ્રતાપ નગર ઝેનિથ સ્કૂલની બાજુની ગલીમાં આંકડાનો જુગાર રંજન નોખેલાલ વર્મા રમાડતો હોવાની માહિતીના આધારે પીસીબી પોલીસે રેડ કરતા રંજન વર્માના માણસો સતિષ પૂનમભાઇ સરાણીયા (રહે. ગણેશ નગર, ડભોઇ રોડ) તથા લાલાભાઇ લક્ષ્મણભાઇ રાજપૂત (રહે.બાવરી કુંભારવાડા) ઝડપાઇ ગયા હતા. પોલીસે ૧,૦૪૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે રંજન વર્માને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.