Get The App

પોરબંદરમાં સાડાચાર વર્ષની બાળકી પર 12 વર્ષના તરૂણનું વારંવાર દૂષ્કર્મ

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
પોરબંદરમાં સાડાચાર વર્ષની બાળકી પર 12 વર્ષના તરૂણનું વારંવાર દૂષ્કર્મ 1 - image

સોશ્યલ મીડિયાના દુષ્પ્રભાવ વચ્ચે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

મેડિકલ તપાસ બાદ તરૂણ સામે જુવેનાઈલ જસ્ટિસ એકટ મુજબ ફરિયાદ હવે આગળની કાયદાકીય કાર્યવાહી કરાશે

પોરબંદર: શહેરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક પરિવારની સાડા ચાર વર્ષની માસૂમ દીકરી સાથે તેમના પડોશમાં રહેતા માત્ર ૧૨ વર્ષના કિશોર દ્વારા એક થી વધુ વખત દુષ્કર્મ આચરવામાં આવ્યાની હકીકત સામે આવતા પોરબંદર શહેરને હચમચાવી દીધું છે. 

પોરબંદર જિલ્લા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઉદ્યોગનગર પોલીસ મથક ની હદમાં આવેલા વિસ્તારમાં રહેતા એક પરિવારમાં સાડા ચાર વર્ષનીે દીકરીની સાથે તેમના પડોશમાં રહેતા ૧૨ વર્ષના કિશોર દ્વારા કોઈપણ પ્રકારનું દુષ્કર્મ આચરવામાં આવેલ છે. આ માહિતી મળતાની સાથે જ પિોલીસની ટીમ  દ્વારા સૌપ્રથમ ભોગ બનનાર બાળકીના માતા-પિતાનો સંપર્ક કરી વ્યવસ્થિત કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. તેમને કાયદાકીય પ્રક્રિયા સમજાવવામાં આવી અને બાળકીને ન્યાય અપાવવા માટે ફરિયાદ કરવી કેટલી જરૂરી છે તે સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ કાઉન્સિલિંગના આધારે માતા-પિતાની સંમતિ મળતાની સાથે જ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા ભોગ બનનાર બાળકીની  હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની ટીમ દ્વારા બાળકીની સંપૂર્ણ મેડિકલ તપાસ કરવામાં આવી છે. મેડિકલ રિપોર્ટને કેસના મહત્વના પુરાવા તરીકે સામેલ કરવામાં આવશે. એફ.એસ.એલ.ની ટીમ દ્વારા પણ સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. ભોગ બનનાર બાળકીનું નિવેદન ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના સભ્યોની હાજરીમાં લેવામાં આવશે.આ ઉપરાંત આરોપી કિશોરની માનસિક સ્થિતિની તપાસ માટે તેનું સાયકોલોજિકલ એસેસમેન્ટ પણ કરાવવામાં આવશે.  બાળ મનોવૈજ્ઞાાનિકની મદદથી આરોપી કિશોરનું કાઉન્સેલિંગ કરાશે.આરોપી કિશોર ૧૨ વર્ષનો હોવાથી તેની સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.ં 

પોક્સો એક્ટ અને જુવેનાઇલ એક્ટની કડક જોગવાઈઓ

આ સમગ્ર કેસમાં પોક્સો એટલે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ ૨૦૧૨ લાગુ પડે છે. આ કાયદા મુજબ ૧૮ વર્ષથી નાની વયના બાળક-બાળકી સાથેના જાતીય અપરાધો માટે કડક સજાની જોગવાઈ છે. આ કાયદા હેઠળ કેસની તપાસ ઝડપથી પૂર્ણ કરીને ૧ વર્ષમાં ચુકાદો આપવાની જોગવાઈ છે.આરોપી કિશોરની ઉંમર ૧૨ વર્ષની હોવાથી તેની સામે જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ ૨૦૧૫ લાગુ પડશે. આ કાયદા મુજબ ૧૬ વર્ષથી નાની વયના બાળકો દ્વારા આચરવામાં આવેલા ગુના માટે તેમને બાળ સુધાર ગૃહમાં રાખીને સુધારવાની પ્રક્રિયા કરવામાં આવે છે. જો ગુનો ગંભીર હોય તો ૧૬ થી ૧૮ વર્ષના કિશોરોને પુખ્ત વયના આરોપી તરીકે ગણી શકાય છે, પરંતુ ૧૨ વર્ષના કિશોરના કિસ્સામાં તે બાળ ગુનેગાર ગણાશે.